ગોંડલ જામવાડી જી.આઇ.ડી.સી. માંથી વીદેશીદારૂની બોટલ નંગ ૭૬૪૮ કી.રૂ. ૨૪,૦૪,૮૦૦ નો વિદેશી દારૂ ઝડપાયો

0
734

ટ્રક, મેટાડોર અને કાર સહિત રૂ. ૪૦,૪૧,૯૦૦ ના મુદામાલ સાથે આઠ શખ્સો ઝડપાયા

ગોંડલ ઔદ્યોગિક વસાહત જામવાડી જીઆઇડીસી માં વિદેશી દારૂના કટિંગ વેળા એ એલસીબી પોલીસે દરોડો પાડી 7648 બોટલ કિંમત રૂ. 2404800, ત્રણ વાહન મળી 4041900 ના મુદ્દામાલ સાથે આઠ શખ્સો ને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ એલસીબી પીઆઇ એ.આર.ગોહિલ, પીએસઆઇ વી.એમ.કોલાદરા, એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ હકિકત આધારે ગોંડલ, ૬૬ કે.વી. જામવાડી સબ સ્ટેશન ની બાજુમાં ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ ગોલ્ડન એગ્રી એક્ષપોર્ટ નામના કારખાનાની બાજુમાં આવેલ ગોડાઉન(શેડ) માં ધવલભાઇ રસીકભાઇ સાવલીયા બહારથી ૭ માણસો બોલાવી વીદેશીદારૂનું કટીંગ કરી ગાડીઓ માં હેરફેર કરતો હોય જેવી હકીકત મળતા તે જગ્યાએ રેઇડ કરતા


ધવલ રસીકભાઇ સાવલીયા રહે. રાજકોટ કોઠારીયા રોડ, સાદાબ મુન્તીયાઝભાઇ થાન રહે. રાજકોટ ગોંડલ ચોકડી રાજકમલ પેટ્રોલપંપ પાસે, રાહુલ અમરતલાલ માલી રહે. અમદાવાદ મેઘાણીનગર ચમનપુરા મોહનલાલ વકીલની ચાલીમાં, રસુલ નવાબભાઇ થાન રહે. રાજકોટ ગોંડલ ચોકડી રાજકમલ પેટ્રોલપંપ પાસે, હરીશ બાબુલાલ માલી રહે. અમદાવાદ ચમનપુરા રામચંદ્ર કોલોની, લોકેશ લાલુરામજી રેગર રહે. ચીતોડગડ મંગલવાર ચોરાયા જી. ચીતોડ ગઢ રાજસ્થાન, રામલાલ ચુનીલાલજી મેઘવાળ રહે. મેરવણ તા. ડુંગલા જી. ચીતોડગઢ રાજસ્થાન તેમજ હસમુખ રમેશભાઇ વાઘેલા રહે, અમદાવાદ મેઘાણીનગર ચમનપુરા ને વીદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની નાની- મોટી કુલ બોટલ નંગ-૭૬૪૮ કી.રૂ. ૨૪,૦૪,૮૦૦, અશોક લેલેન્ડ, ટાટા ૪૦૭ તેમજ હયુન્ડાઇ 1-20 કાર મળી કુલ રૂ. ૧૬૦૦૦૦૦, મોબાઇલ ફોન નંગ- ૭ કી.રૂ. ૨૨૦૦૦, રોકડા રૂપિયા ૧૫,૧૦૦ મળી કુલ કિ.રૂ. ૪૦,૪૧,૯૦૦ નો મુદામાલ સાથે પકડી પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી ધવલ રસીકભાઇ સાવલીયા રહે. રાજકોટ કોઠારીયા રોડ વાળો અગાઉ રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર તથા મોરબી જીલ્લામાં વિદેશી દારૂના મોટા જથ્થાના ગુન્હાઓમાં પકડાયેલ છે.


આ દરોડા કાર્યવાહીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પીઆઇ એ.આર.ગોહિલ, પીએસઆઇ વી.એમ.કોલાદરા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનીલભાઇ ગુજરાતી, બાલકૃષ્ણ ત્રીવેદી , રહીમભાઇ દલ, મેહુલભાઇ બારોટ, એ.એસ.આઇ. અમુભાઇ વીરડા ,રાયધનભાઇ ડાંગર જોડાયા હતા.