ઢેબર રોડ, સોની બજાર, ધર્મેન્દ્ર રોડ સહિતની બજારો બંધ, CP સહિતનો કાફલો દુકાનો બંધ કરાવા નીકળ્યો, વેપારીઓની અટકાયતથી રોષ

0
987
  • પોલીસ દ્વારા આજે સવારથી જ અલગ અલગ વિસ્તારમાં બજારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું

રાજ્ય સરકાર દ્વારા ગઇકાલે 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ સાથે સાથે મિની લોકડાઉન આપ્યું છે. આ 29 શહેરોમાં આગામી 5 મે સુધી આવશ્યક ચીજવસ્તુઓની દુકાન અને ધંધા-રોજગાર ચાલુ રાખવા ઉપરાંત બાકીના તમામ વેપાર-ધંધા, મોલ, મલ્ટીપ્લેક્સ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા પણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારની સુચના મુજબ વેપાર-ધંધા ચાલુ રાખવા જાહેરાત કરવામાં આવી છે અને બાકીના વેપારીઓએ બંધ પાળવા જણાવ્યું છે. આજે રાજકોટમાં ઢએબર રોડ, સોની બજાર, ધર્મેન્દ્ર રોડ સહિતની બજારોએ બંધ પાળ્યો છે. જ્યારે અંતરિયાળ વિસ્તારોમાં શું બંધ અને શું ચાલું રાખવું તેને લઇને વેપારીઓ અસંમજસમાં છે.

વેપારીઓની અટકાયતથી રોષ
રાજકોટમાં પોલીસ કમિશનર સહિતનો કાફલો રૈયા રોડ પર જીવન જરૂરી સિવાયની દુકાનો બંધ કરાવવા નીકળ્યો છે. જે વેપારીઓએ દુકાન ખુલ્લી રાખી હતી તેની અટકાયત કરવામાં આવી રહી છે. આથી પોલીસના આકરા વલણથી વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

રાજકોટ શહેરમાં મોટાભાગની બજારો બંધ
રાજ્ય સરકાર દ્વારા રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર સહિત 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની સાથે સાથે માત્ર આવશ્યક ચીજવસ્તુની દુકાન અને વેપાર-ધંધા જ ચાલુ રાખવા નિર્ણય કરાયો છે. જેની અમલવારી આજથી 5 મે સુધી કરવા જાહેર કરવામાં આવ્યું છે. જોકે આજ સવારથી રાજકોટ શહેરમાં મોટાભાગની બજારો બંધ જોવા મળી રહી છે. જેમાં ઢેબર રોડ, સોની બજાર, ધર્મેન્દ્ર રોડ સહિત વિસ્તારનો સમાવેશ થાય છે. જ્યારે કે અંતરિયાળ વિસ્તારમાં આજે પણ કેટલીક ચા-પાનની દુકાનો સહિત કેટલીક દુકાનો ખુલ્લી જોવા મળી હતી જેનું કારણ શું ખુલ્લું રાખવું શું નહીં તે અંગે વેપારીઓમાં અસંમજસ હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસે વેપારીઓને બંધ પાળવા માટે ફૂટ પેટ્રોલિંગ કર્યુ.

પોલીસે વેપારીઓને બંધ પાળવા માટે ફૂટ પેટ્રોલિંગ કર્યુ.

પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું
પોલીસ દ્વારા આજે સવારથી જ અલગ અલગ વિસ્તારમાં બજારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે પોલીસ દ્વારા લાઉડ સ્પીકરમાં જાહેરાત કરી વેપારીઓને સરકારની સૂચનાનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. જોકે આજે પ્રથમ દિવસે સમજાવટ બાદ કોઇ દુકાનો ખુલ્લી જોવા મળશે તો તેમની સામે પોલીસ દ્વારા જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજકોટની સોની બજારે બંધ પાળ્યો.

રાજકોટની સોની બજારે બંધ પાળ્યો.

રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
– મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ અને સેવાઓ યથાવત્ત રહેશે.
– રેસ્ટોરન્ટ્સ બંધ રહેશે માત્ર ટેક અવે સિસ્ટમથી જ કાર્યરત રાખી શકાશે.
– મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ બંધ રહેશે
– સિનેમા હોલ, ઓડિટોરિયમ, બાગબગીચા, જીમ, સ્વીમિંગ પુલ, વોટર પાર્ક, જાહેર બાગ બગીચાઓ બંધ
– સલૂન, સ્પા, બ્યૂટીપાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પાર્ક અને પ્રવૃતિઓ બંધ રહેશે.
– શાકભાજી અને ફળફળાદી સિવાયની APMC પ્રવૃતિઓ પણ બંધ રહેશે.
– ધાર્મિકસ્થળો બંધ રહેશે માત્ર પુજારી અને આંતરિક સ્ટાફ જ પુજાવિધિ જેવી જરૂરી કામગીરી કરી શકશે.
– પબ્લિક ટ્રાન્સપોર્ટ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.
– લગ્નપ્રસંગમાં 50 અને અંતિમ વિધિમાં 20 વ્યક્તિઓ જ હાજર રહી શકશે.
– સોની બજાર, કાપડ બજાર, બુધવારી બજાર, ગુજરી બજાર સહિતની બજારો બંધ

ઢેબર રોડ પરની દુકાનો બંધ.

ઢેબર રોડ પરની દુકાનો બંધ.