દીવમાં જિલ્લા બહારનાં લોકોથી જ કોરોના વકર્યો છે: કલેકટરને રજૂઆત

0
565
દીવના સ્થાનિક લોકોએ જ નિયમો પાળવાના? કોંગ્રેસ અગ્રણી નિકિતાબેન


દીવમાં કોરોનાના રોગચાળાને અટકાવવા માટે માત્ર દીવ વાસીઓને જ નહી જિલ્લા બહારથી આવતા તમામ લોકોની પણ ચકાસણી કરવા અને યોગ્ય તકેદારી રાખવા વોર્ડ નં.૫ના કોંગ્રેસ કાઉન્સીલર નિકિતા દેવાંગભાઈ દીવ કલેકટરને રજૂઆત કરી છે.

કાઉન્સીલર નિકિતાબેન દેવાંગભાઈએ કલેકટરને પત્ર પાઠવી જણાવ્યું છે કે દીવમાં કોરોનાને રોકવા કડક પગલા લેવાઈ રહ્યા છે. તે આવકાર્ય છે પણ કોરોના અંગેના નિયમો માત્ર દીવ જિલ્લાનાં લોકોએ જ પાળવાના? બહારથી આવતા અન્ય કોઈએ પાળવાના નથી? આવો ભેદભાવ શા માટે?

દીવમાં એપ્રિલથી અત્યાર સુધી કોરોનાનો રોગચાળો ન હતો અને હવે કોરોનાના કેસ બહાર આવ્યા છે. આ કેસ મોટાભાગે બહારના વ્યકિતઓથી જ આવ્યા છે.

દીવમાં હાલ કોરોનાની તકેદારી રાખવામાં આવી રહી છે. દીવ જિલ્લાનાં લોકો જિલ્લા બહાર જાય અને સાંજે સાત વાગ્યા બાદ પરત ફરે તો તેને કવોરેન્ટાઈનના નિયમો પાળવા પડે છે. પણ બહારથી ફરવા કે કામ ધંધા રોજગારી માયે આવતા બહારનાં લોકોને સવારથી સાંજના ૭ વાગ્યા સુધીના પાસ આપવામા આવ્યા છે.

માત્ર દીવ વાસીઓને જ કવોરેન્ટાઈનના નિયમો પાળવાના ? જિલ્લા બહારના વ્યકિતઓ એ નહી? દીવમાં કોરોના બહારના લોકોથક્ષ જ પ્રસર્યો છે અને પ્રસરી રહ્યો છે. ત્યારે એ બાબતે તકેદારી રાખવામા આવે તેવી રજૂઆત છે.નિકિતાબેને બહારથી આવતા લોકોની ચકાસણી કે તકેદારી માટે અન્ય કાર્યવાહી કરવામાં આવે નિયમો બનાવવામાં કલેકટર સલોની રોયને આવેદનમાં રજૂઆત કરી છે.

અહેવાલ:- મણીભાઈ ચાંદોરા ,દીવ