માનવી કેટલું જીવ્યો એ મહત્વ નું નથી પણ કેવું જીવ્યો એ મહત્વ નું છે.
ક્યારે ક ક્યારે કુદરત ની મહેર પણ સિમિત હોય છે તેનું દ્રષ્ટાંત પુરું પડતું એક આઘાતજનક કિસ્સો ઉપલેટા તાલુકા ના ભાયાવદર ગામે બની ગયો.. માત્ર ૨૩ વર્ષ ની પટેલ સમાજ ની આશાસ્પદ દીકરી શિખા ને કોરોના એ સંસાર માંથી જુટવી લીધી
અનેરા દ્રઢ વિશ્વાસ સાથે Ec એન્જીનરીંગ નો અભ્યાસ પૂર્ણ કરી સમાજ સેવા અને નવું શીખવાની ટેવ એ તેને પત્રકારીતા ના અભ્યાસ માં જોડાઈ અને પત્રકારીતા માં પ્રવેશ કર્યો હતો લેખન નો શોખ અને વ્યાકરણ શીખવાની અનેરી ધગશ સાથે તેણી એ કામ કરવાનું શરૂ કરેલ
સાથો સાથ માનવતા ની મહેક અને કોઈ પણ નાના માં નાના વ્યક્તિ ને ઉપયોગી થવાની ભાવના આ શિખા નું જમણું પાસું હતું.
રસ્તા પર જ્યારે કોઈપણ ગરીબ વ્યક્તિ ને વસ્તુ વેંચતો નજરે પડે તો તરતજ કોઈ પણ પ્રકાર નો ભાવ તાલ કર્યા વગર વસ્તુની ખરીદી માત્ર મદદરૂપ થવાની ભાવના સાથે કરી લેતી , ભલે તે ભાવ માં છેત્રાતી હોય તોય પણ નિર્દોષ મુસ્કાન સાથે છેતરાવાનું એને ગમતું..
ખુબજ ટૂંકા સમયમાં પત્રકારીત્વ અને સાહિત્ય જગત માં તેણીએ પોતાની આગવી છાપ ઉભી કરીને દરેક ટેસ્ટના લોકો ને પોતાના લેખન થી આકર્ષ્યા હતા. તેણી ના કોઈપણ સમાચાર કે કરંટ સ્ટોરી ની શરૂઆત એ એવી પાવર ફૂલ રીતે કરતી કે કોઈપણ વાંચક જ્યાં સુધી એ સમાચાર કે સ્ટોરી રસપદ વાંચી ન લે ત્યાં સુધી આ શિખા પટેલ ની શબ્દ રચના વાંચકો ને જકડી રાખતી હતી