વડોદરા-આણંદમાં ગુજરાતના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ

0
492

90 ઇન્જેક્શન સાથે 5 ઝડપાયા, એક ઇન્જેક્શન રૂ.20 હજારમાં વેચતા

વડોદરા ક્રાઇમ બ્રાંચે આરોપીઓ પાસેથી 90 રેમડેસિવિર ઇન્જેક્શન કબજે કર્યાં હતા

  • પકડાયેલા પાંચેય આરોપીઓએ અત્યાર સુધીમાં 300થી 400 ઇન્જેક્શન વેચ્યા
  • આરોપીઓ કોઇ પણ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન વગર જ ઇન્જેક્શનો વેચતા હતા

વડોદરા શહેર ક્રાઇમ બ્રાંચે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને 90 રેમડેસિવિર ઇન્જેક્શન સાથે 5 આરોપીની ધરપકડ કરી છે. આ ગેંગ રેમડેસિવિર ઇન્જેક્શન 16 હજારથી લઇને 20 હજાર સુધીમાં વેચતા હતા. તેમની પાસે બે લાખ રૂપિયાની રોકડ રકમ, 90 ઇન્જેક્શન સહિત 7.61 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. તેઓએ અત્યાર સુધીમાં 300થી 400 જેટલા રેમડેસિવિર ઈન્જેકશન વેચી ચૂકી હોવાનો પણ આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે.

આણંદમાંથી 45 અને વડોદરામાંથી 45 ઇન્જેક્શન ઝડપાયા
વડોદરા શહેર પોલીસ કમિશનર શમસેરસિંઘે જણાવ્યું હતું કે, વડોદરા ક્રાઇમ બ્રાંચે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કાળાબજારીમાં ફાર્માસિસ્ટ, મેડિકલ સ્ટોર અને મેડિકલ સપ્લાય એજન્સી સંડોવાયેલી છે. વડોદરામાંથી 45 ઇન્જેક્શન પકડાયા છે. 5 આરોપીઓ મેળીને 16થી 20 હજાર સુધીમાં રેમડેસિવિર ઇન્જેક્શનનું વેચાણ કરતા હતા. વિકાસ પટેલ શ્રોફ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે અને આ વિકાસ પટેલ આણંદના જતીન પટેલ પાસેથી ઇન્જેક્શન લાવતો હતો. જતીન પટેલ એક મેડિકલ એજન્સી ચલાવે છે.

આરોપી ઋષી જેધ, પ્રતિક પંચાલ અને વિકાસ પટેલ

આરોપી ઋષી જેધ, પ્રતિક પંચાલ અને વિકાસ પટેલ

300થી 400 જેટલા ઇન્જેકશન બ્લેકમાં વેચ્યા
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાત્રે અમે આણંદના જયનમ ફાર્મા એજન્સી ચલાવતા જતીન પટેલના ઘરે રેડ કરી, જ્યાંથી અમે 45 ઇન્જેક્શન કબજે કર્યાં હતા અને 45 ઇન્જેક્શન વડોદરામાંથી કબજે કર્યાં છે. આમ કુલ 90 ઇન્જક્શન કબજે કર્યાં છે અને 2 લાખ રૂપિયા રોકડ રકમ કબજે કરી છે. જતીન પટેલ વડોદરાની એક વીકે એન્ટરપ્રાઇઝના વિવેક શાહ પાસેથી ઇન્જેક્શન લાવતો હતો. આ લોકોએ 300થી 400 જેટલા ઇન્જેકશન બ્લેકમાં વેચ્યા છે અને હજી 300થી 400 જેટલા ઇન્જેક્શન વેચવાના હતા, જે પહેલા રેડ થઇ ગઇ હતી. પાંચેય ફાર્માસિસ્ટના બિઝનેશ સાથે સંકળાયેલા હતા.

આરોપી જતીન પટેલ અને મનન શાહ

આરોપી જતીન પટેલ અને મનન શાહ

પ્રિસ્ક્રિપ્શન વગર જ ઇન્જેક્શનો વેચતા હતા
પોતાના કોન્ટેક્ટ મારફતે તેઓ રેમડેસિવિર ઇન્જેક્શન વેચતા હતા. ડોક્ટરોની સંડોવણી હજી સુધી બહાર આવી નથી. આરોપીઓ કોઇ પણ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન વગર જ ઇન્જેક્શનો વેચતા હતા. ગુજરાતમાં પહેલીવાર આટલી મોટી માત્રામાં ઇન્જેક્શન પકડાયા છે.

વડોદરા શહેર પોલીસ કમિશનર શમસેરસિંઘ

વડોદરા શહેર પોલીસ કમિશનર શમસેરસિંઘ

વડોદરા ક્રાઇમ બ્રાંચ પકડેલા આરોપીઓના નામ
-ઋષી પ્રદિપભાઇ જેધ(ઉ.26) (રહે, એ-28, જયઅંબે સોસાયટી, ઇલોરાપાર્ક, વડોદરા)-17 ઇન્જેક્શન સાથે પકડાયો
-વિકાસ લક્ષ્મણભાઇ પટેલ(ઉ.35), (રહે, 137, સહજાનંદ ડુપ્લેક્ષ, કલાલી રોડ, અટલાદરા)-12 ઇન્જેક્શન સાથે ઝડપાયો
-પ્રતિક નરેન્દ્રભાઇ પંચાલ(ઉ.29), (રહે, ફ્લેટ નં-6, નીલનંદન કોમ્પેલેક્ષ, ન્યુ વીઆઇપી રોડ, વડોદરા), 16 ઇન્જેક્શન સાથે ઝડપાયો
-મનન રાજેશભાઇ શાહ(ઉ.34), (રહે, એ-503, સાકાર સ્પેલેન્ડારા-1, સમા-સાવલી રોડ, વેમાલી, વડોદરા)
-જતીન પટેલ (રહે, આણંદ, જયનમ ફાર્મા નામની દવાની એજન્સી ચલાવે છે-45 ઇન્જેક્શન સાથે ઝડપાયો

પકડાયેલા પાંચેય આરોપીઓએ અત્યાર સુધીમાં 300થી 400 ઇન્જેક્શન વેચ્યા

પકડાયેલા પાંચેય આરોપીઓએ અત્યાર સુધીમાં 300થી 400 ઇન્જેક્શન વેચ્યા

પોલીસે 7.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
વડોદરા ક્રાઇમ બ્રાંચે આરોપીઓ પાસેથી 4.86 લાખની કિંમતના 90 રેમડેસિવિર ઇન્જેક્શન, બે લાખ રૂપિયા રોકડા, 4 મોબાઇલ અને એક બાઇક સહિત કુલ 7.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here