અરવલ્લી પોલીસનું સરાહનીય કદમ કોરોનાના દર્દીઓ માટે પ્લાઝમા ડોનેટ કરી નવો રાહ ચિંધ્યો.

0
276

અરવલ્લી: કોરોનને માત આપીને સ્વસ્થ થયેલા લોકોના પ્લાઝમા કોરોના સામે લડત આપવા ખુબ જ કારગર ઈલાજ છે. કોરોના વાયરસના સંક્રમણને કારણે સ્થિતિ ગંભીર બની છે અને દરરોજ લાખો લોકો તેના ભરડામાં આવ્યા છે  આ પરિસ્થિતિમાં સર્વાઇવ કેવી રીતે કરવું તે પ્રશ્ન છે. કોરોના સંક્રમિત વ્યક્તિને એકમાત્ર પ્લાઝ્મા થેરાપીથી બચાવી શકાય છે.ત્યારે અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાત,અધિકારીઓ અને પોલીસકર્મીઓએ કોરોના સંક્રમીત દર્દીઓ માટે પ્લાઝમા ડોનેટ કરી  માનવતાની સરવાણી વહાવી છે અને પ્લાઝમાની જરૂરિયાત હોયતો કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવ્યું છે રામાણી બ્લડ બેંકના સહયોગથી પ્લાઝમા એકત્રીત કરી જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરવાની અનોખી સેવા કરી માનવતા મહેકાવી હતી.

અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here