ગુજરાતમાં નશીલા પદાર્થો ચરસ અફીણ ગાંજો દારૂ ની હેરાફેરી અટકાવવા પોલીસ વિભાગ દ્વારા ગુજરાતને અડીને આવેલા પડોશી રાજ્યો ની સરહદ પર સઘન ચેકિંગ વધારી દેવાયું છે મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના શામળાજી અણસોલ ચેકપોસ્ટ ઉપર શામળાજી પોલીસ તથા એસ.ઓ.જી શાખા અરવલ્લી દ્વારા નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતાં શંકાસ્પદ વાહનોની ચેકિંગ કરી રહેલા શામળાજી પી.એસ.આઇ એ.આર પટેલ તથા એસ.ઓ.જી પી.આઇ જે.પી ભરવાડ અને પોલીસ સ્ટાફના માણસો ચેકિંગમાં હતા તે દરમિયાન રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશી રહેલ સફેદ કલરની ફોર્સ કંપનીના ટેમ્પો ટ્રાવેલર જેનો ગાડી નંબર એચ,આર,૬૯,ડી,૩૫૩૨ ને અટકાવી તપાસ કરતો ગાડીની પાછળની સીટ ના ઉપર ના ભાગે બનાવેલ ખાનામાં જુના કપડાની પાછળના ભાગે પ્લાસ્ટિક ટેપ વીંટાળેલી પ્લાસ્ટિકના પેકેટ નંગ ૨૪ કેફીન માદક પદાર્થ (ચરસ) ૨૩.૯૦૭ કિલોગ્રામ જેની કુલ કિંમત રૂ ૩૫.૮૬.૦૫૦/ ની સાથે કુલ કિંમત ૪૫.૯૬.૩૫૦/ નો મુદ્દામાલ મળી હેરાફેરી કરનાર દિલ્હીના ઈસમને ઝડપી લઇ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી