અમરેલી : કોરોનાની વિકટ પરિસ્થિતિમાં પ્રાણવાયુનાં અડગ દાતા વસંતભાઈ મોવલિયા

0
372

કોવિડ-૧૯ કોરોના મહામારીના પ્રકોપ ટાણે જનતાના કોઈ પ્રતિનિધિ સક્રિય ન હોય પણ ભાગીરથી સેવાના ભેખધારી વસંત મોવલીયા ખરેખર નિઃસ્વાર્થ સેવા કરી રહ્યાં છે મુઠ્ઠીઉચ્ચેરા આ સેવારત વ્યક્તિને નતમસ્તક બની નમન કરવાની ઈચ્છા થાય છે જિલ્લાની જનતાને મહામૂલી પ્રાણવાયુનું દાન કરનાર ભગીરથીને ખરેખર રંગ છે. વ્રજ ફાઉન્ડેશન વાળા વસંતભાઈ બાવાલાલ મોવલીયા જેઓ વ્રજ કંટ્રક્શન ચલાવે છે અને લાઇન્સ ક્લબના સૌરાષ્ટ્ર કચ્છ જોનના બે વર્ષથી ડીસ્ટ્રીકટ ગવર્નર છે સાથો-સાથ કાગવડ ખોડલ ધામ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે, તેઓ નાનીકુંકાવાવ ગામના વતની છે અને તેમની અમરેલી કર્મભૂમિ છે સંજોગ ન્યુઝ વર્તમાન પત્રના માલિક પણ છે છેલ્લા ૨૦ દિવસથી કોવિડ-૧૯ કોરોના મહામારીમાં વસંતભાઈ અને તેમની ટીમે ભગીરથ સેવાયજ્ઞ આદરયો છે

વસંતભાઈ મોવલીયાના જણાવ્યા પ્રમાણે આજથી ૧૭ દિવસ પહેલાં તેમની પાસે કોરોના દર્દીઓ તરફથી ઓક્સિજન માટે ફરીયાદોનો ધોધ વછુટવા માંડતા તેમણે પોતાના સહયોગી અને મિત્રવર્તુળ સાથે ચર્ચા કરી નિઃશુલ્ક ઓક્સિજન સિલિન્ડર સેવાનો પ્રારંભ કરેલ તેમને વિચાર આવ્યો કે સંક્રમણનું જોર એટલું છે કે પરિસ્થિતિ વણસવાની છે જેથી તેઓએ સામન્ય ઓક્સિજન સિલિન્ડર વસાવી સેવાનો પ્રારંભ કરેલ જે બહોળા પ્રમાણમાં પ્રસરી જતા આજે તેમની પાસે ૫૫૦ જેટલા ઓક્સિજન સિલિન્ડર અવેલેબલ છે અને ૧૪૦૦ થી વધુ કોરોનાના સંક્રમિત દર્દીઓને પ્રાણવાયુ ફૂંકી જીવંતદાન પ્રદાન કર્યું છે. આ બાબતે વસંતભાઈએ જણાવ્યું હતું કે અમો સવારે ૭ઃ૦૦ થી રાત્રિના ૨ઃ૩૦ સુધી થાકયા વગર કાર્યરત રહીએ છીએ પોતાના પંડની પરવાહ કર્યા વગર જિલ્લાની જનતા કાજે જાત ઘસી રહેલા “આ મુઠ્ઠીઉચ્ચેરા માનવીને નતમસ્તક સલામ”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here