મુંબઈ: દેશભરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ઘણા લોકો આ મુશ્કેલ સમયમાં દર્દીઓની મદદ કરવામાં વ્યસ્ત છે. અભિનેતા સોનુ લોકોને બેડ અપાવાથી લઈને તેમના ખાવા સુધીની વ્યવસ્થા કરી રહ્યા છે. હવે સોનુ સૂદે સરકારને એવા બાળકોની મદદ કરવાની અપીલ કરી છે કે જેને આ રોગચાળામાં તેમના માતા-પિતાને ગુમાવી દિધા છે.
સોનુ સૂદે કહ્યું, ઘણા લોકો તેમના નજીકના લોકો ગુમાવી ચૂક્યા છે અને એવા ઘણા કિસ્સાઓ છે કે જ્યાં 10 કે 12 વર્ષના બાળકોએ તેમના માતાપિતા ગુમાવ્યા છે અને તેમનું ભાવિ આપણા સમાજની સૌથી મોટી ચિંતા છે. સોનુએ આની સાથે એવા લોકોને મદદની વિનંતી પણ કરી છે જે આ બાળકોની મદદ કરવા માટે સક્ષમ છે. આ સાથે અભિનેતાએ રાજ્ય અને કેન્દ્ર સરકારને આવા બાળકોનું શિક્ષણ મફત બનાવવા જણાવ્યું છે.
સોનૂ સૂદે કહ્યું, ‘હું કેન્દ્ર અને રાજ્ય સરકારને વિનંતી કરું છું કે આવા બાળકો માટે, તેઓ જ્યાં પણ ભણવા ઇચ્છે, તેઓને મફતમાં લાભ મળવો જોઈએ. બધા બાળકો જેમના માતા-પિતાને કોવિડ -19 એ તેમનાથી છીનવી લીધા છે. આવા બાળકોનું શાળા-કોલેજ સુધીનું શિક્ષણ, ભલે તેઓ ખાનગી સંસ્થાઓમાં ભણવા માંગતા હોય, એકદમ મફત હોવું જોઈએ.