વરિષ્ઠ પત્રકાર અને ન્યૂઝ એન્કર રોહિત સરદાનાનું કોરોનાથી નિધન, પત્રકાર જગત સ્તબ્ધ

0
1230

નવી દિલ્હીદેશના જાણીતા પત્રકાર અને ન્યૂઝ એન્કર રોહિત સરદાનાએ આજે ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. કોરોના વાયરસના કારણે વરિષ્ઠ પત્રકાર રોહિત સરદાનાનું નિધન થયું છે. રોહિત સરદાનાના નિધનના સમાચાર સાંભળતા જ પત્રકાર જગત સ્તબ્ધ થઈ ગયું છે.

દેશના પ્રખ્યાત ન્યૂઝ એન્કર રોહિત સરદાનાની કોરોના વાયરસના કારણે મોત થયું છે. લાંબા સમય સુધી ZEE News સાથે તેઓ જોડાયેલા રહ્યા હતા અને તે બાદ આજતક સાથે તેઓ જોડાયેલા હતા. કોરોના વાયરસના કારણે તેમના નિધનના સમાચાર આવતા જ પત્રકાર જગતમાં શોકનો માહોલ છે. ઘણા લોકોને આ સમાચાર પર વિશ્વાસ પણ નથી આવી રહ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here