ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક રીક્ષા ડ્રાઈવરે મહામારીના કપરા સમયમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. રીક્ષા ડ્રાઇવર જાવેદ ખાને પોતાની રીક્ષાને એમ્બ્યૂલન્સમાં ફેરવી છે. જાવેદ ખાનનું કહેવું છે કે, ‘તે લોકોને પોતાની એમ્બ્યુલન્સ ઓટોમાં લઈ હોસ્પિટલમાં લઈ જાય છે અને આ માટે રૂપિયા લેતા નથી. મેં સોશ્યલ મીડિયા અને ન્યૂઝ ચેનલો પર જોયું કે એમ્બ્યુલન્સની અછત છે અને લોકોને હોસ્પિટલ સુધી પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જ મેં મારા ઓટોને એમ્બ્યૂલન્સમાં રૂપાંતરિત કરવાનું નક્કી કર્યું. આ એમ્બ્યુલન્સની તંગીના સંકટને દૂર કરવામાં મદદ કરશે.’
જાવેદે આગળ કહ્યું છે કે, ‘તેનો હેતુ પૂરો કરવા તેણે પોતાની પત્નીના ઘરેણાં વેચ્યા હતા. હું ઓક્સિજન મેળવવા રિફિલ સેન્ટરની બહાર ઉભો રહી મારી એમ્બ્યૂલન્સ માટે ઓક્સિજન મેળવું છુ. મારો નંબર સોશિયલ મીડિયા પર મુક્યો છે, જેથી એમ્બ્યુલન્સના અભાવમાં લોકો મને ફોન કરી શકે. છેલ્લા 15 થી 20 દિવસથી હું લોકોની સેવા કરી રહ્યો છું. અત્યાર સુધીમાં મેં ગંભીર રીતે બીમાર 9 દર્દીઓને હોસ્પિટલએ પોહ્ચાડયા છે.’
આવી સ્થિતિમાં જાવેદ માટે પોતાનો ઓટોને એમ્બ્યુલન્સમાં ફેરવું મહત્વપૂર્ણ હતું. જાવેદે પોતાના ઓટોમાં ઓક્સિજનની પણ વ્યવસ્થા કરી છે જેથી કોઈ પણ દર્દીને મુશ્કેલી ન પડે. તે પોતે લાઇનમાં ઊભીને, દરરોજ સિલિન્ડરોમાં ઓક્સિજન ભરે છે જેથી દર્દીઓને મુશ્કેલી ન પડે. આવી કટોકટીમાં જાવેદ ખાનના પ્રયત્નોની ખૂબ પ્રશંસા થાય છે. જાવેદ ખાનના પ્રયત્નોની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.