રાજકોટ કોરોનાની કપરી સ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્રના દર્દીઓ જ્યાં સારવાર માટે ઉમટી પડ્યાં છે. તે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હચમચાવતી ઘટના સામે આવી છે. સિવિલમાં 55 વર્ષિય મહિલા દર્દી પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ દુષ્કર્મ વોર્ડબોયે આચર્યું હોવાનો ખુલાસો થયો છે. જેથી પોલીસે વોર્ડબોયની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.