- દક્ષિણ ગુજરાતમાં 20 તાલુકામાં ધોધમાર વરસાદ
- બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
સુરત. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે દક્ષિણ ગુજરાતમાં 20 તાલુકામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય ગયા છે. જ્યારે છેલ્લા 6 કલાકમાં પારડી-ગણદેવી-ચીખલીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

સવારથી ધોધમાર વરસાદ
દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દરમિયાન આજે સવારથી વલસાડ અને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડમાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ચીખલી, પારડી અને ગણદેવીમાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

ગોઠણ સુધી પાણી ભરાય ગયા
વલસાડના મોગરાવાડી, સુગમવાડી, રેલવે ગરનાળું, છિપવાડ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જ્યારે મોગરાવાડી અને સુગમવાડી વિસ્તારમાં ગોઠણ સુધી પાણી ભરાય ગયા છે.

છેલ્લા 24 કલાકમાં ગણદેવીમાં 3.5 ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં 19 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. નવસારીના ગણદેવીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે પાંચ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જોકે, દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં માત્ર ડાંગ જિલ્લાને જ કોરોકટ રાખ્યો છે. આ સાથે દક્ષિણ ગુજરાતના 13 તાલુકામાં પણ વરસાદ નોંધાયો નથી.

સવારે 6થી અત્યાર સુધીમાં નોંધાયેલો વરસાદ
તાલુકો | વરસાદ(મિમિ) |
વલસાડ | 134 |
પારડી | 101 |
ગણદેવી | 98 |
ચીખલી | 93 |
વાપી | 44 |
ખેરગામ | 36 |
વાંસદા | 23 |

