લોકડાઉનમાં ડિજિટલ ગુજરાતના પોર્ટલમાં ચેડા કરી ઝારખંડનો બોગસ પરમિશન લેટર બનાવનાર સોફ્ટવેર એન્જિનિયર પકડાયો

0
106
  • 126 શ્રમિકોને વતન મોકલવા 3 લક્ઝરી બસનો પરમિશનનો લેટર બનાવ્યો
  • 500 ભાડા પેટે શ્રમિકો પાસેથી ખંખેરી લીધા, અન્યોની સંડોવણીની પણ શંકા

સુરત. શહેરમાંથી લોકડાઉન સમયે વતન જવા ઇચ્છતા પરપ્રાંતિય શ્રમિકોને ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી આપવામાં આવેલા પરમિશન લેટરમાં ચેડા કરાયા હતા. ઝારખંડના ગરીડીહ અને દેઓધર જિલ્લા ખાતે લક્ઝરી બસ લઇ જવા માત્ર 500માં બોગસ પરમિશન લેટર બનાવનાર સોફટવેર એન્જિનીયરની ઉમરા પોલીસે ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

પરમિશનના લેટરમાં છેડછાડ કરી
કોરોના વાઇરસની મહામારી સમયે રોજગારી અર્થે સુરત આવેલા પરપ્રાંતિય શ્રમિકોને લોકડાઉન થઈ જતા બેકાર બન્યા હતા. જેથી શ્રમિકો પોતાના જવા માંગતા હતા. ત્યારે તંત્ર દ્વારા વતન જવા માટે કાયદાકીય જોગવાઇ મુજબ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અરજીના આધારે જિલ્લા ક્લેકટર દ્વારા પરમિશન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, આ સમયે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આપવામાં આવતી પરમિશનના લેટરમાં છેડછાડ કરી 3 બસમાં શ્રમિકોને વતન મોકલવાની ઘટના સામે આવી હતી. તે સમયે સરકાર દ્વારા આ મામલે ઉમરા પોલીસમાં એક ફરિયાદ કરવામાં આવી હતી.

ત્રણ બસ રજૂ કરવામાં આવી હતી
પોલીસે તપાસ શરુ કરતા વિગત મળી હતી કે, સુરત જિલ્લા કલેક્ટરમાં રવિકુમાર નામે 54 શ્રમિકોને બસ (GJ-14 X-6195) ઉધનાથી ઝારખંડના ગરીડીહ જિલ્લામાં જવા માટે એપ્લીકેશન આઇડી ક્રમાંક 200001157846 અને મિલાપસિંહ ચૌધરીના નામે 36 મુસાફરોને બસ (RJ-4-Z-4000)માં અને બસ (GJ-4-PA-4000) માં 36 શ્રમિકોને ઝારખંડના દેઓધર જિલ્લામાં લઇ જવા એપ્લીકેશન આઇડી ક્રમાંક 20087001578853 રજૂ કરવામાં આવી હતી.

500 રૂપિયામાં બોગસ પરમિશન લેટર બનાવ્યા
ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કર્યા વિના જ કલેક્ટર કચેરી ખાતે પરમિશન રજૂ કરવામાં આવી હોવાની ગંભીર બાબત ક્લેકટર કચેરીને ધ્યાને આવ્યું હતું. જેથી આ અંગે તપાસ કરતા 8 મેના રોજ પોર્ટલમાંથી જે પરમિશન લેટર આપવામાં આવ્યો હતો તે એપ્લીકેશન આઇડી ક્રમાંકમાં છેડછાડ કરી રવિકુમાર અને મિલાપસિંહના નામે બોગસ પરમિશન લેટર ઇસ્યુ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે જે તે વખતે ઉધના મામલતદાર યોગેશ જી. મહેતાએ ઉમરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે વરાછાના સોફટવેર એન્જિનિયર તુષાર મનસુખ સાંગાણીની ધરપકડ કરી છે. તુષારની પૂછપરછમાં લક્ઝરી બસના માલિકના કહેવાથી માત્ર 500 રૂપિયામાં બોગસ પરમિશન લેટર બનાવી આપ્યાની કબૂલાત કરી હતી. જોકે પોલીસે આ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here