કોરોના મહામારીમાં લોકો સારવાર માટે નથી જોતા એમ્બ્યુલન્સની રાહ
સારવાર માટે જે વાહન હોઈ તે વાહનમાં લઈને આવી રહ્યા છે સારવાર માટે અને રીપોર્ટ માટે
લોકો અત્યારે આત્મનિર્ભર બની અને કરાવી રહ્યા છે સારવાર

પરિવારના લોકોની સારવાર માટે લોકો નથી જોતા કોઈ વાહનની રાહ અને ચાલી નીકળે છે જે વાહન હોઈ તે લઈને
સમગ્ર વિશ્વ જ્યારે અત્યારે કોરોના મહામારી માંથી પસાર થઇ રહ્યો છે ત્યારે સામાન્ય માણસને એક રિપોર્ટ કરાવવા માં કેટકેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે ખરેખર વર્ણવું ખૂબ અઘરું છે કે 108 વચ્ચે એમ્બ્યુલન્સ હોય બંનેનો હેતુ માત્ર સમયસર દર્દીને યોગ્ય સારવાર મળી રહે એ છે પરંતુ સામાન્ય માણસ ની પરિસ્થિતિ હાલમાં એટલી ખરાબ છે કે તે વ્યક્તિ એમ્બ્યુલન્સ ની રાહ જોયા વગર પોતાની પાસેના એક ટ્રેક્ટર માં દર્દીને કોરોના નો રિપોર્ટ કરાવવા માટે લઈ આવે છે દુઃખની વાત એ છે કે દર્દીઓની સંખ્યા એટલી વધી ગઇ છે ત્યારે આ વ્યક્તિ પોતાની પાસે રહેલા ટ્રેક્ટર માં જ દર્દીને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી ધોરાજીના દવાખાને ખસેડેલ હતા