33 વૃક્ષોનું વાવેતર કરી અનોખી રીતે જન્મદિવસ ઉજવ્યો

0
387

શ્રી માંધાતા ગ્રુપ ગુજરાતનાં યુવા અધ્યક્ષએ વર્તમાન સ્થીતી મુજબ ઓક્સીજનની ઘટ ના કારણે ઓક્સિજનનું મહત્વ સમજીને લોકજાગૃતિ હેતુથી 33 વૃક્ષો વાવી જન્મદિવસ ઉજવ્યો

હાલની પરીસ્થીતી મુજબ જોવા જઈએ તો સમગ્ર વિશ્વમાં કોરોના એ કહેર વર્તાવ્યો છે ત્યારે આપણને પણ ઓક્સીજનનું મહત્વ સમજાયું છે ત્યારે ગોંડલનાં યુવા આગેવાન શ્રી માંધાતા ગ્રુપ ગુજરાતનાં યુવા અધ્યક્ષ તેમજ બજરંગ દળ RSS તેમજ વિવિધ સામાજીક સંસ્થા સાથે જોળાયેલા શ્રી હિરેનભાઈ ડાભીએ પોતાના 33માં જન્મદિવશ નિમીતે 33 વૃક્ષો વાવી તેનું નામકરણ કર્યુ હતુ તેમજ આજીવન વૃક્ષોની જાળવણી કરવાની નેમ લીધી છે, વર્તમાન સ્થીતિમાં જ્યારે ઓક્સિજનની ઘટ જોવા મળી રહી છે ત્યારે ભવિષ્યમાં કુદરતી રીતે લોકો શુદ્ધ ઓક્સિજન મેળવી શકે તેના માટે વૃક્ષો જ એકમાત્ર હોય વૃક્ષારોપણ કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરીને લોકો માટે એક પ્રેરક ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ રીતે વૃક્ષારોપણ દ્વારા અન્ય યુવાનોને પણ એક અલગ રીતે જન્મ દિવસ ઉજવવાની પ્રેરણા પુરી પાડી છે.

વૃક્ષારોપણ કાર્યક્રમ માં તેમનાં મિત્રો પણ જોડાયેલ હતા જેમાં હિતેશભાઈ સિંગાળા, પીયૂષભાઈ રાદડિયા , દિવ્યેશભાઈ સાવલિયા કિશન મકવાણા તેમજ અન્ય સભ્યો જોડાયેલ હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here