અમરેલીમાં કોરોના વિસ્ફોટ, એકસાથે 14 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ચિંતા, પોઝિટિવ સંખ્યા 350ને પાર

0
453

અમરેલી જિલ્લામાં કુલ કેસની સંખ્યા 366 થઇ, 136 દર્દા સારવાર હેઠળ

અમરેલી. અમરેલીમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે. એકસાથે 14 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. અમરેલી જિલ્લામાં પોઝિટવ કેસની સંખ્યા 366 થઈ છે. અમરેલી જિલ્લામાં 136 લોકો સારવાર હેઠળ છે. 214 લોકો સાજા થતા રજા આપવામાં આવી છે. તેમજ 16 દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. આજે નોંધાયેલા 14 કેસના દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં નોંધાયેલા 14 કેસ
1. જાફરાબાદના ટીંબી ગામના 62 વર્ષના પુરૂષ
2.સાવરકુંડલાના અમૃતવેલ ગામના 70 વર્ષના પુરૂષ
3.અમરેલીના ભક્તિનગર-વૃંદાવન પાર્કના 73 વર્ષના પુરૂષ
4.કુંકાવાવના ખજૂરી ગામના 62 વર્ષના પુરૂષ
5.ખાંભાના લાસા ગામના 42 વર્ષના પુરૂષ
6.અમરેલીના સાજિયાવદર ગામના 42 વર્ષના પુરૂષ
7.અમરેલીના સાજિયાવદર ગામના 40 વર્ષના પુરૂષ
8. અમરેલીના સાજિયાવદર ગામના 39 વર્ષના મહિલા
9. અમરેલીના સાજિયાવદર ગામની 13 વર્ષની કિશોરી
10.બગસરાના 35 વર્ષના પુરૂષ
11.બગસરાના 60 વર્ષના પુરૂષ
12.બગસરાના 45 વર્ષના પુરૂષ
13.બગસરાના ડેરી-પીપળીયાના 30 વર્ષના પુરૂષ
14. કુંકાવાવનો 22 વર્ષનો યુવાન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here