KKRના બે ખેલાડી કોરોના પોઝિટિવ, અમદાવાદમાં આજે RCB સામેની મેચ રદ

0
594

કોરોના કહેર હવે આઈપીએલ ઉપર પણ જોવા મળી રહ્યો છે. આજે થનારી કોલકાતા નાઈડ રાઈડર્સ અને બેંગલુરુરની મેચ રદ કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોલકાતાના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને ત્યારપછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આઈપીએલની 14મી સીઝનની 30મી મેચમાં સોમવારે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)નો મુકાબલો કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામે થવાનો હતો. આ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થવાની હતી.

કોરોના સંક્રમણના સમયગાળા દરમિયાન બીસીસીઆઈએ મજબૂત ‘બાયો-બબલ’નો હવાલો આપ્યો હતો, ત્યારબાદ અત્યાર સુધી 29 મેચ સફળતાપૂર્વક પૂર્ણ કરાવાઈ છે. ચેન્નઈ અને મુંબઈના તબક્કાની તમામ મેચ પૂર્ણ થઈ. પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની સીઝનની 30મી મેચ હાલના સમય માટે રદ કરવામાં આવી છે.

અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here