જંબુસર ચોકડી પાસે અંગત અદાવતમાં ધોળે દિવસે ફાયરિંગ, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત, આરોપી ફરાર

0
289

ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો, પોલીસે વધુ તપાસ હાથ ધરી

 ભરૂચ શહેરની જંબુસર બાયપાસ ચોકડી પાસે આજે બપોરે અંગત અદાવતમાં ફાયરિંગ થયું છે. ફાયરિંગમાં એક વ્યક્તિને ગોળી વાગતા તેને તાત્કાલિક સારવાર અર્થે પટેલ વેલ્ફર હોસ્પિટલમાં ખસેડવા આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ભરૂચ બી- ડિવિઝન પોલીસ સ્ટેશનનો PI સહિતનો પોલીસ કાફલોએ સ્થળ ઉપર પહોંચી ગયો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર થઇ ગયેલા આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here