અરવલ્લીના બાયડમાં ભાજપ ના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા, જોકે ભાજપના નેતાઓ માટે આ નવું નથી, કોરોના મહામારીના સમયમાં ગત વર્ષે સી.આર.પાટીલની ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે વરણી થતાં તેમને સત્કારવા જિલ્લા મથક મોડાસા ખાતે યોજાયેલ રેલીમાં પણ હજારો માણસોની મેદની એકઠી કરી સરકાર દ્વારા જાહેર કરાયેલા કોવિડ – ૧૯ ની ગાઇડ લાઇન ના નિયમોના ધજાગરા ઉડ્યા હતા અને તે પણ જિલ્લા પોલીસવડા તેમજ અન્ય પોલીસ અધિકારીઓની હાજરીમાં છતાં પણ સામાન્ય નાગરિકોને કાયદાનું ભાન કરાવતી પોલીસ મુક દર્શક બની જોઈ રહી હતી…
આજરોજ બાયડ ના વારેણા આશ્રમશાળા ખાતે ૫૫ બેડની વ્યવસ્થા સાથે કોવિડ આઇસોલેશન સેન્ટર ના ઉદ્દઘાટન કરવા પધારેલા ભાજપ ના ગુજરાત પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલ ના કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ તેમજ અન્ય આગેવાન કાર્યકરો જોડાયા હતા જે કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિગ ના ધજાગરા ઉડ્યા હતા અને આઈસોલેશન સેન્ટરમાં સુફિયાણી સૂચનાઓ દર્શાવતાં છ ફૂટ નું અંતર જાળવવાના બેનર પણ લાગ્યા હતા…

લગ્ન પ્રસંગે, મરણ પ્રસંગે કે જાહેર રસ્તા પર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કોવિડ -૧૯ ના ગાઇડ લાઈન ના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામાન્ય નાગરિકો પાસેથી દંડ વસૂલતી પોલીસ દ્વારા શું નેતાઓ સામે કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવશે ખરો ? કે પછી કાયદો સામાન્ય નાગરિકો માટેજ લાગુ પડે છે….
અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી