રાજ્ય સરકારે સુરતને 450 ટોસિલિઝુમેબ અને 135 ઈટોલિઝુમેબ ઈન્જેક્શન આપ્યા

0
277
  • મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ફાળવણી
  • સિવિલ,સ્મીમેર, ખાનગી હોસ્પિટલને પણ ફાળવણી

સુરત. કોરોના સંક્રમિત ગંભીર દર્દીઓની સારવાર માટે છેલ્લા ઘણા સમયથી ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની શોર્ટેજ સર્જાઈ હતી. જેથી આ માંગને પહોંચી વળવા રાજ્ય સરકારે ઈન્જેક્શનની વિદેશથી આયાત કરવાની સાથે ઈટોલિઝુમેબ ઈન્જેક્શનને મંજૂરી આપીને બન્ને ઈન્જેક્શન ફાળવ્યાં છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સુરતને 450 ટોસિલિઝુમેબ- સ્વિસ હેલ્થ કેર રોચ અને 135 ઈટોલિઝુમેબ-બાયોકેમ ઈન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે.

ગંભીર દર્દીઓને ઈન્જેક્શન મળી રહેશે
રાજ્ય સરકારે ફાળવેલા આ ઈન્જેકશન સિવિલ હોસ્પિટલ સુરતને 100, સ્મીમેર હોસ્પિટલ માટે 50,અન્ય ખાનગી હોસ્પિટલોને 200 તથા જાહેર મેડિકલ સ્ટોર્સ માટે 100ની ફાળવણી કરવામાં આવી છે.જ્યારે ઇટોલિઝુમેબ-બાયોકેમ 135 ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે. ટોસિલિઝુમેબ ઈન્જેક્શન વિદેશથી આયાત કરવામાં આવે છે જ્યારે ઈટોલીઝુમેબ ઇન્જેક્શન ભારતમાં જ બને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here