સ્ટ્રેચર કે વહીલચેરમાં દર્દીઓને લાવવા લઈ જવા, દર્દીઓના પરિવારજનોને ધરપત આપવા સહિતની માનવીય ફરજ પાઇલોટ નિભાવે છે

0
307

ન ભાગના હૈ ન રૂક્ના હૈ બસ ચલતે રહના હૈ… ૧૦૮ ના ઈ.એમ.ઈ. સહીત 3 પાયલોટ કોરોના બાદ પુનઃ ફરજ પર

રાજકોટ અમે ભલે કોરોનગ્રસ્ત થઈએ, કોરોનની પરિસ્થિતિ ગમે તેટલી ગંભીર હોઈ, અમારે તો ખુદ કે પરિવારની ચિંતા કર્યા વગર ૧૦૮ ના પૈડાં સતત દોડતા રાખવા પડે… આ શબ્દો છે ૧૦૮ ના કોર્ડિનેર અને પાઈલોટના.


જો ૧૦૮ થંભી જાય તો અનેક દર્દીઓની સારવાર અટકી પડે, એટલે જ ૧૦૮ ના કર્મીઓ માટે લાગુ પડે છે આ ઉક્તિ ”ન ભાગના હૈ ન રૂક્ના હૈ બસ ચલતે રહના હૈ…”. હાલ રાજકોટ જિલ્લામાં ૨૫ થી વધુ ૧૦૮ દિવસ રાત દોડતી રહે છે કોરોનાના દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં. જેનો શ્રેય જાય સમગ્ર ટીમ અને પાયલોટને. કોરોનાના દર્દીઓના વહન સાથે પાયલોટ પણ કોરોનગ્રસ્ત થાય છે. પણ હિંમત હારી પાછી પાની કરે તે બીજા. પરિવારની ચિંતા કર્યા વગર ૧૦૮ ના કર્મીઓ સેવા કરી રહ્યા છે.


રાજકોટના ૧૦૮ ના ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ વિરલ ભટ્ટ સહીત ત્રણ પાયલોટ સંક્રમિત થયા બાદ પુનઃ ફરજ પર હાજર થઈ ચુક્યા છે. વિરલભાઈ જણાવે છે કે, મને ગત તા. ૧૮ એપ્રિલના કોરોના થયો. હોમ આઇસોલેશનમાં સારવાર લીધી. આ દરમ્યાન પણ જરૂરી સંકલન તો કરવાનું જ. અમારા ત્રણ પાયલોટ બીમાર પડતા તેમની તબિયત જલ્દી સુધારા પર આવી જાય તે માટે પણ અમે ખાસ કાળજી લીધી હોવનુ વિરલભાઈ જણાવે છે.


૧૦૮ ના એક પાયલોટ પ્રકાશભાઈ ડાંગરને ગત તા. ૨૩ ના કોરોના થયો. પરિવારમાં પત્ની અને એક વર્ષનો પુત્ર. તેનાથી સાવધાનીપૂર્વક દૂર રહી કોરોનાને માત આપી ફરીથી ૧૦૮ નું સ્ટિયરિંગ સંભળી લીધું છે. એવા જ અન્ય કર્મી અમિતગીરી ગોસ્વામી પણ ગત તા. ૨૧ ના રોજ સંક્રમિત થતા ઘરે જ સારવાર કરાવી. તેમના પત્ની વંથલી સી.એચ.સી. માં નર્સિંગ તરીકે ફરજ બજાવે છે. ફરજ સાથોસાથ તેમના પતિ અને બાળકો સહીત ઘરપરિવારની જવાબદારી પણ સાંભળી તેમના પતિને મદદરૂપ બન્યા છે. જયારે અન્ય એક ડ્રાયવર ભાવેશભાઈ રાઠોડ ધોરાજીથી જૂનાગઢ દર્દીઓના ફેરા કરે. થોડા દિવસ પહેલા ફરજ બજાવતા બજાવતા તેઓ સંક્રમિત થયા. સાજા થઈ ફરી કોરોનગ્રસ્ત દર્દીઓની સારવાર્થે સેવામાં જોડાઈ ચુક્યા છે.


આ પાયલોટ માત્ર ગાડી જ ચલાવે તેટલું નહીં, જરૂરિયાતમંદ દર્દીઓને સ્ટ્રેચર, વહીલચેરમાં બેસાડી ગાડીમાં ચડાવવા ઉતારવાની ફરજ પણ અદા કરે. એપ્રિલ માસમાં એવરેજ દરેક પાયલોટે ૨૦૦ જેટલા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ સુધી સમયબધ્ધ પહોંચાડ્યા છે.


સૌથી કપરો સમય ઓક્સિજન સાથે ગંભીર દર્દીઓને જ્યાં સુધી બેડ નો મળે ત્યાં સુધી માનસિક ધરપત આપવાનો હોવાનુ તેઓ જણાવે છે. ક્યારેક અન્ય દર્દીઓને પરિવારજનોને પણ તેઓ મદદરૂપ બને. કોઈને ઓક્સિજન માસ્ક લગાડી દેવા, ખાનગી વાહનો કે જેમાં પેસન્ટ આવ્યા હોઈ તેમની ગાડી બગડી હોઈ તો તેમાં પણ હાથ અજમાવી જુએ.


૧૦૮ ના પાઇલોટ આ સમય દરમ્યાન ઘરનું કે સેવાભાવી સંસ્થા દ્વારા ફૂડ પેકેટ આપે તે જ જમી લેવાનું. ૧૨ કલાકની ફરજમાં આળસ, કંટાળો કે થાક્યા વગર દર્દી સુખરૂપ દાખલ થઈ જાય તે જ ધ્યેય સાથે તેઓ તેમની ફરજ મોત સાથે રહીને નિભાવી રહ્યા છે. રાજકુમાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here