જંબુસર ચોકડી પાસે અંગત અદાવતમાં ધોળે દિવસે ફાયરિંગ, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત, આરોપી ફરાર

0
319

ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો, પોલીસે વધુ તપાસ હાથ ધરી

ભરૂચ શહેરની જંબુસર બાયપાસ ચોકડી પાસે આજે બપોરે અંગત અદાવતમાં ફાયરિંગ થયું છે. ફાયરિંગમાં શહીદ નૂરા નામના વ્યક્તિને ગોળી વાગતા તેને તાત્કાલિક સારવાર અર્થે પટેલ વેલ્ફર હોસ્પિટલમાં ખસેડવા આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ભરૂચ બી- ડિવિઝન પોલીસ સ્ટેશનનો PI સહિતનો પોલીસ કાફલોએ સ્થળ ઉપર પહોંચી ગયો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર થઇ ગયેલા આરોપી ઈદ્રીસ બમ્બય્યાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. બંને લૂંટના આરોપીઓ હોવાનું જાણવા મળ્યું છે​​​​​​​