મમતા બની શકશે પીએમ મોદીનો વિકલ્પ? જાણો, તેમના નબળા અને મજબૂત પાસા

0
259

મમતા બેનરજી 5 મેના રોજ પશ્ચિમ બંગાળના ત્રીજી વખતના મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે. તેમની શાનદાર જીતે વિપક્ષી નેતાઓની કતારમાં તેમને ટોચ પર પહોંચાડી દીધા છે. એવું મનાય છે કે વિપક્ષને મમતા તરીકે રાષ્ટ્રીય સ્તરે એક બિન-કોંગ્રેસી ચહેરો મળી શકે છે. વિપક્ષની સૌથી મોટી નબળાઈ એ છે કે તેમની પાસે મોદીનો મુકાબલો કરી શકે એવો કોઈ ચહેરો નથી.

વિપક્ષ માને છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ભાજપાની અજેય ચૂંટણી મશીનરીને 2024ની લોકસભા ચૂંટણીમાં હરાવી શકાય તેમ છે. પરંતુ સવાલ એ છે કે શું મમતા કોંગ્રેસ સહિત અસમાન પાર્ટીઓને પણ એકસાથે લાવી શકે તેમ છે? વિપક્ષના નેતા તરીકે જ્યાં અનેક બાબતો તેમની તરફેણમાં જાય છે તો અનેક કારણ તેમના વિરોધમાં જાય છે. જાણીએ, એ પાંચ-પાંચ કારણો કે જે તેમની તરફેણમાં અને વિરુદ્ધમાં છે.

મમતાની છે આ મજબૂતી
1– મમતા દેશના સૌથી મોટા રાજ્યોમાંથી એકના નિર્વિવાદ નેતા તરીક ઊભર્યા છે. યુપીથી 80 અને મહારાષ્ટ્રથી 48 સાંસદો પછી પશ્ચિમ બંગાળથી 42 સાંસદ લોકસભા માટે ચૂંટાય છે.

2-તેઓ નીડર છે અને તેમણે બતાવી આપ્યું કે તેઓ ભાજપા નેતાઓ દ્વારા નિયોજિત હાર્ડબોલ રણનીતિથી ભાગતા નથી.

3-ત્રીજું વિપક્ષી દળો વચ્ચે તેમના કદનો કોઈ અન્ય નેતા નથી જે તમામને સ્વીકાર્ય હોય. પ્રથમ જે નેતા દાવેદાર મનાતા હતા, હવે એ નથી. તેમાં નીતિશ કુમાર સામેલ છે, જે ભાજપા સાથે ગઠબંધનમાં છે, પરંતુ તેઓ વિપક્ષના નેતા તરીકે સ્વીકાર્ય નથી. નવીન પટનાયક, જો કે દેશના સૌથી લાંબા સમય સુધી સેવારત મુખ્યમંત્રીઓમાંના એક છે, જે પશ્ચિમ બંગાળની તુલનામાં ઓડિશા નાનું રાજ્ય છે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારૂં નથી. આપ નેતા અરવિંદ કેજરીવાલ ખુદને મોદીનો વિકલ્પ માને છે પણ દેશમાં તેમની ઉપસ્થિતિ સીમિત છે. એનસીપી નેતા શરદ પવાર હવે 80 વર્ષના છે અને તેમના વ્યવહારૂ વિકલ્પ તરીકે જોવામાં આવતા નથી. સપા નેતા અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીએ ભાજપા વિરુદ્ધ મમતાની જેમ લડાઈની ક્ષમતા દર્શાવી નથી.

4-કોંગ્રેસની પાસે સમય હતો પણ તે ફરી અનેક તક વખતે ભાજપા વિરુદ્ધ મુદ્દાઓ ઉઠાવવામાં નિષ્ફળ રહી છે. તેમાં લડવાની અને જીતવાની કોઈ ઈચ્છાશક્તિ જોવા મળતી નથી. અત્યારના સમયમાં, વિપક્ષી દળોને ગાંધીવાદી નેતૃત્વ પર ખૂબ ઓછો ભરોસો છે.

5-મમતાએ અનેક વખત દર્શાવ્યું છે કે તેઓ વિપક્ષી નેતાઓને એક સાથે લાવવા ઈચ્છુક છે. આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવ, નીતિશ કુમાર, કેજરીવાલ, યુપીના તત્કાલીન મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા સહિત અનેક નેતાઓએ 2016માં તેમના શપથગ્રહણ સમારંભમાં ભાગ લીધો હતો. તેમણે હાલમાં જ 28 માર્ચે 14 વિપક્ષી દળોનાં નેતાઓને પત્ર લખીને પશ્ચિમ બંગાળની ચૂંટણી પછી ભાજપાને હરાવવા માટે એક થવાનો આગ્રહ કર્યો હતો.

મમતાએ અનેક વખત દર્શાવ્યું છે કે તેઓ વિપક્ષી નેતાઓને એક સાથે લાવવા ઈચ્છુક છે.

મમતાએ અનેક વખત દર્શાવ્યું છે કે તેઓ વિપક્ષી નેતાઓને એક સાથે લાવવા ઈચ્છુક છે.

મમતા માટે આ છે મુશ્કેલી
1– પ્રાદેશિક પાર્ટી તરીકે રાજ્યની ચૂંટણી જીતવી એક વાત છે પરંતુ રાષ્ટ્રીય સ્તરે વિપક્ષનું નેતૃત્વ કરવું અલગ બાબત છે.

2– એક વિપક્ષી દળના નેતા પોતાના અહંકાર અને સન્માન સાથે આવે છે. મમતા તમામની સાથે સામંજસ્ય સ્થાપિત કરવા અને તમામને સાથે રાખીને ચાલવામાં સક્ષમ ન થઈ શકે.

3-સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ કે અન્ય કોઈ પ્રાદેશિક પાર્ટીના નેતા પણ તેમને વિપક્ષી દળના નેતા તરીકે સ્વીકારશે નહીં. આ વાતની સંભાવના પણ ઓછી છે.

4-ભાજપા ભલે પશ્ચિમ બંગાળને ટીએમસીથી હારી ગઈ પરંતુ તેણે ચોક્કસપણે રાજ્યમાં પગદંડો જમાવ્યો છે અને આસામ પોતાની પાસે જાળવી રાખ્યું છે. આ નિશ્ચિત રીતે ઓછું આંકી શકાય તેમ નથી અને એક વિખેરાયેલા વિપક્ષ માટે તેની સામે ટકરાવું આસાન નથી.

5–ભાજપાએ હિન્દુત્વની વિચારધારાનો મુદ્દો છેડીને દેશની રાજકીય દિશા બદલવામાં સફળતા મેળવી. મમતા અને અન્ય દળોએ ભાજપા પર અંકુશ મૂકવા માટે સામાન્ય વૈચારિક આધાર શોધવો મુશ્કેલ બનશે. ભલે તેનો વિરોધ કરવો હોય કે કેજરીવાલ જેવા નરમ સંસ્કરણને અપનાવવું હોય. કોંગ્રેસે રાહુલ ગાંધીએ ચલાવેલો મંદિર મુદ્દો છોડવો પડ્યો, કેમકે તેઓ તેનો રાજકીય ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here