પંચમહાલ પ્રભારી અને ગૃહરાજયમંત્રી મંત્રીપ્રદિપસિંહ જાડેજાએ કોરોનાની સ્થિતિ અંગે પંચમહાલ જિલ્લાની કામગીરીની સમીક્ષા બેઠક કરી

0
222

આ બેઠકમાં જિલ્લા કલેકટર અમિત અરોરા તથા જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

“ વેકસીનેશન જેટલુ વધશે , સંક્રમણ તેટલુ ઘટશે ”
આપણે સૌએ સાથે મળીને જનતા-જનાર્દનની સેવા કરી કોરોના મહામારીને હરાવવાની છે.

પંચમહાલ ,ગોધરાઃ- કોરોનાની મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધુ છે. વિશ્વના તમામ દેશો અને ભારત સરકાર આ રોગના મકકમ પડકાર માટે પ્રયત્નશીલ છે. ગુજરાત સરકાર એ દિશામાં સતત ચિંતા અને ચિંતન સાથે કાર્યરત રહી છે….


કોરોનાની આ બીજી લહેરમાં કેટલીક નવી મુશ્કેલીઓ પણ ઉભી થઇ છે… છેલ્લા કેટલાક સમયમાં દર્દીઓ માં ઓકિસજનનું પ્રમાણ ઘટવાના બનાવો પણ ધ્યાનમાં આવ્યા છે…
ગુજરાત સરકાર દ્વારા રાજયમાં ૩૬ પી.એસ.એ. પ્લાન્ટ શરૂ કર્યા છે.


રાજયની તમામ સરકારી હોસ્પિટલોની અંદર કાર્યોજેનિક ઓકિસજનિક ટેન્ક તેમજ સેન્ટર ઓકિસજન લાઇન દ્વારા દર્દીઓને કવોલિટી ઓકિસજન પુરો પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઓકિસજન પ્લાન્ટમાં શટડાઉન જેવી વિપરિત પરિસ્થિતિ વચ્ચે પણ રાજયની તમામ હોસ્પિટલોને સમયસર ઓકિસજન પુરવઠો જાળવી રાખવામાં આવે છે.


રાજયમાં ઓકિસજન બેડની સંખ્યા વધારવામાં આવી છે. કોરોનાના દર્દીઓને પુરતો ઓકિસજન મળી રહે તે માટે સરકાર સતત પ્રયાસરત છે, અને સેવાભાવી સંગઠનો તરફથી સારો સહયોગ મળ્યો છે.


આપણે સૌએ માસ્ક, સોશિયલ ડીસ્ટન્સ અને સેનિટાઇઝેશનના નિયમોનું પાલન કરવું એ સમયની માંગ છે.


રાજયમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે રાજય સરકારે સંખ્યાબંધ પગલા લીધા છે. દિવસ દરમિયાનના નિયંત્રણો અને કોરોનાના કરફયુ નું પણ પાલન કરીએ. કોરોનાના પડકાર માટે રસી એ સૌથી મોટુ શસ્ત્ર છે. ત્યારે ગુજરાતમાં જન – જનનું રસીકરણ થાય તે સમયની માંગ છે.
પંચમહાલ જિલ્લામાં કોરોના મહામારીમાં જિલ્લા વહીવટી તંત્રે પ્રજાને આરોગ્યલક્ષી સુવિધાઓ પુરી પાડવા માટે ભારે જહેમત ઉઠાવી. જિલ્લા વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક કોવિડ કેર સેન્ટર તથા કોવિડ બેડની વ્યવસ્થા કરી છે…


જિલ્લામાં હાલ ૭૯૫ જેટલા એકિટવ કેસો નોંધાયા છે. અત્યાર સુધીમાં ૨,૫૧,૨૪૩ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે.આ માટે ૧ એપ્રિલ પછી આર.ટી.પી.સી.આર. ટેસ્ટીંગ સેન્ટર વધારીને ૪૦ જેટલા કરાયા છે. હોટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટીંગની પ્રક્રિયા વધુ ઉપલબ્ધ કરાઇ છે.
જિલ્લામાં સર્વેલન્સની કામગીરી વધુ વેગવાન બનાવાઇ છે. ૫૦ સર્વેલન્સ ટીમ તથા ૨૨૦ ધન્વન્તરી રથ દ્વારા સઘન સ્ક્રિનીંગ કરાયુ છે.


જિલ્લામાં ૩૭ હોસ્પિટલોમાં ૧૪૦૪ બેડ,૫૦૦ ઓકિસજન બેડ, ૩૬ આઇ.સી.યુ. બેડ, ૩૨ વેન્ટિલેટર તથા ૬૪૨ આઇસોલેશન બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે.


જિલ્લામાં કોવિડ દર્દીઓને અંદાજે ૧૦.૮ મેટ્રિક ટન ઓકિસજનને દૈનિક જરૂરિયાત પૈકી ૫૦ ટકા પુરવઠો સ્થાનિક જિલ્લામાંથી તથા બાકીનો જથ્થો અન્ય જિલ્લામાંથી પુરો પાડવામાં આવે છે.
આ જ રીતે રેમડેસીવીર ઇન્જેકશનની ઉપલબ્ધી પણ સુનિશ્ચિત કરાઇ છે. જિલ્લામાં ૯૫.૬૩ ટકા હેલ્થકેર વર્કર્સને પ્રથમ ડોઝ તથા ૭૭.૦૪ ટકા ને બીજો ડોઝ અપાયો છે. આજ રીતે ૯૫.૭૪ ફન્ટલાઇન વર્કર્સને પ્રથમ અને ૭૪.૯૭ ટકા બીજો ડોઝ આપયો છે. જયારે ૪૫ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો પૈકી ૬૨.૦૧ ટકા ને પ્રથમ અને ૧૭.૨૮ ટકાને બીજો ડોઝ અપાયો છે.
જિલ્લામાં ૧૦૭૭ નંબરથી હેલ્પલાઇન ચાલુ કરાઇ છે.જેના દ્વારા તજજ્ઞો – નિષ્ણાંતો દ્વારા કોવિડ દર્દીઓને માર્ગદર્શન અપાય છે.


આમ સમગ્રતયા કામગીરી હાથ ધરીને કોરોનાનું સંક્રમણ રોકવાના પગલાઓ લેવાયા છે.

અહેવાલ – ગણપત મકવાણા, પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here