ગોંડલમાં પોલીસના બે દરોડા દરમિયાન ગાંજાના જથ્થા સાથે ભાઇ-બહેન સહિત ત્રણ શખ્સો ઝડપાયા

0
421

ગોંડલમાં માદક પદાર્થનું વેચાણ થતુ હોવાની હકીકત મળતા રાજકોટ જીલ્લા એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પોલીસ મથકના પીઆઇ સહીતનો કાફલો બે ટીમો બનાવી ગોંડલ નાની બજાર કલભાનુ નાકુ દરબાર ગઢ અને ગોંડલના કોલેજ ચોક જીમખાના સામે કેબીનમાં ગાંજો વેચતા વેપારીને ત્યાં દરોડા પાડી એક સગીર સહીત ત્રણેયને દબોચી કુલ 372 ગ્રામ ગાંજો કબજે લઇ ત્રણેયની વધુ પુછપરછ કરવામાં આવી રહી છે.

ગોંડલનાં પીઆઇ એસ.એમ. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ બી.પી. કનારા અને પીએસઆઇ બી.એલ. ઝાલા સહીતના સ્ટાફે પ્રથમ દરોડો ગોંડલ કોલેજ ચોક જીમખાના સામે કેબીનમાં માદક પદાર્થનું વેચાણ ચાલુ હોવાની બાતમીને આધારે દરોડો પાડી સિકંદર સલીમ શેખા (ઉ.વ. 32) (રહે. ગોંડલ વોરા શેરી) વાળાને ઝડપી તેની કેબીનમાં તપાસ કરતા રૂ.2950 નો 295 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. અને ગાંજાના વેપારના કુલ રૂ.22500 તથા એક મોબાઇલ સહીત રૂ25960 નો મુદામાલ કબજે કર્યો હતો. ગાંજાનો જથ્થો કયાંથી લાવ્યો છે. અને કોને કોને વેંચ્યો છે. તે અંગે હાલ તેની પુછપરછ શરુ કરવામાં આવી છે. તેમજ આ બનાવની તપાસ પીએસઆઇ બી.પી. કનારા કરી રહયા છે.

જયારે બીજા દરોડામાં ગોંડલની નાની બજારમાં કલભાનુ નાકુ દરબાર ગઢ પાસે એક સગીર માદક પદાર્થ વેચતો હોવાનું જણાતા દરોડો પાડી સગીરની પુછપરછ કરતા તેમને જેબાબેન સોયબભાઇ તૈલી (રહે. નાની બજાર કલભાના નાકા પાસે) નામની મહિલા ગાંજો વેંચવા આવતી અને તેમાંથી થોડુ કમીશન પણ આપતી હતી. જેથી મહીલાની પણ ધરપકડ કરી રૂ.770નો 77 ગ્રામ ગાંજો પકડી એક મોબાઇલ સહીત રૂ.3270 નો મુદામાલ કબજે કર્યો હતો. બંને શખ્સો ગાંજો કયાંથી લાવ્યા એ અંગે હાલ પોલીસ સગીર અને મહીલાની પુછપરછ કરી રહી છે.દરોડા દરમિયાન ઝડપાયેલા ગાંજાનો જથ્થો હાલ એફએસએલમાં મોકલવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here