આરોપી અતુલ કોળીની બીજી પત્ની સરોજને હંસાબેને ઘરમાં આશરો આપતા સારૂ ન લાગ્યુ: બોલાચાલી કરી હંસાબેન પર ચારેક શખ્સોએ હુમલો કરતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા
ગોંડલના સુલતાનપુરમાં રહેતા વિધવાને ચાર શખ્સોએ ધોકા-પાઈપ વડે હુમલો કરતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાયા છે. આ અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકનાં સ્ટાફે કાર્યવાહી કરી હતી. વિધવાએ આરોપીની બીજી પત્નીને પોતાના ઘરમાં આસરો આપતાં ખાર રાખી હુમલો કર્યો હતો.
ગોંડલના સુલતાનપુરમાં રહેતા હંસાબેન રમેશભાઈ મારૂ (ઉ.વ.45) નામના વિધવાને રાત્રીનાં સમયે અતુલ કોળી અને તેની સાથેના ત્રણ શખ્સોએ ધોકા-પાઈપ વડે હુમલો કરતાં તેઓને સારવાર માટે સીવીલમાં ખસેડવામાં આવ્યા છે. હંસાબેનના કહેવા પ્રમાણે હંસાબેનને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે પતિ હયાત નથી.
તેમના ઘર નજીક રહેતા અતુલ કોળીને એક પત્ની હોવા છતાં બીજી સરોજબેન સાથે લગ્ન કરેલ હતા. સરોજબેન હાલ અલગ રહે છે તેને સંતાનમાં 1 પુત્ર એક પુત્રી છે તેમજ સરોજબેન સાથે 10 વર્ષથી લગ્ન કર્યા બાદ સાથે રહ્યા બાદ હવે કાઢી મુકતા હંસાબેને સરોજને આશરો આપ્યો હતો જેથી આ બાબત અતુલને ન ગમતાં હંસાબેન સાથે માથાકુટ કરી માર માર્યો હતો. આ અંગે ગોંડલ તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.