ગીરસોમનાથ જિલ્લાના હરણાસા ગામના યુવકો દ્વારા ઓક્સિજનની સુવિધા સહિત હોસ્પિટલ ચાલુ કરવામાં આવી છે. જેમાં ગામ લોકો હેરાન ન થાય એ માટે ગામના યુવાનો દ્વારા ઓક્સિજન સાથેની હોસ્પિટલ ચાલુ કરવામાં આવી છે.

હરણાસા ગામના યુવાનો દ્વારા ગોકુળ ગૌશાળામાં નિઃશુલ્ક સેવા ચાલુ કરાય છે, ગામના યુવાનો દ્વારા દાખલ દર્દીઓ માટે ચા-નાસ્તો અને જમવાનું વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ કોઈ દર્દી કે દાખલ થતા દર્દી પાસેથી એક રૂપિયો લીધા વગર ગામના યુવાનો લોક ફાળો કરીને સેવા યજ્ઞ ચાલુ કરવામાં આવ્યું છે
ગૌશાળામાં શરૂ કરી હોસ્પિટલ ગૌશાળાના યુવાનો દ્વારા હોસ્પિટલ ચાલુ કરવામાં આવી જેમાં 15 જેટલા યુવાનો ખડેપગે સેવા આપી રહ્યા છે જેમાં ગામમાંથી તપાસ માટે આવતા ગ્રામજનોને કોરોના ટેસ્ટ, બ્લડ રિપોર્ટ સહિત તમામ ટેસ્ટ કરવામાં આવે છે, તેમજ કોરોના ક્રિટિકલ દર્દીને જરૂર પડે તો દાખલ પણ કરવામાં આવે છે તેમજ ગામમાં વાડી વિસ્તારમાં રહેતા લોકો પાસે ગાડીની વ્યવસ્થા ન હોઈ તો યુવાનો દ્વારા ગાડીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ગામડામાં ‘ટ્રીપલ ટી’ નિષ્ફળ રહ્યું છે ત્યારે બીજી તરફ આરોપ એવો પણ છે કે, ગામડાઓમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના આયોજન મુજબ ટ્રીપલ ટી મુજબ કામ નથી થઈ રહ્યું. ગામડાઓમાં પુરતા પ્રમાણમાં ટેસ્ટિંગ કીટ નથી જેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા શંકાસ્પદ દર્દીઓએ ટેસ્ટ કરાવ્યા વગર જ પરત ફરવું પડી રહ્યું છે. આમ, ટેસ્ટિંગ ન થવાના કારણે દર્દીઓનું ટ્રેકિંગ અને ટ્રરીટમેન્ટ પણ નથી થતું જેના કારણે ગામડાઓમાં વધુ સંક્રમણ ફેલાઈ રહ્યું છે.
અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ