WHO : મિથીલીન બ્લ્યૂનો ઉપયોગ ટાળો, જેનાથી દર્દીને ઉલ્ટી, કળતર સહીતના લક્ષણો જોવા મળે છે જાણો વિશેષ…

0
2033

કોરોનાની બીજી લહેરનો અભ્યાસ કરવા ડો.ગોર્ડનની નિયૂક્તિ
કોરોનાની બીજી લહેરમાં નવા રીસેપ્ટર ઝ્રડ્ઢ૧૪૭ને લીધે તાવ સહીતના લક્ષણો વધુ દિવસ

રાજકોટ કોરોનાની પહેલી લહેર કરતા બીજી લહેર ઘાતક બની છે ત્યારે મૂળ ભારતના પંજાબના વતની અને ગત વર્ષે ઉઁર્ં (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના સર્વેલન્સ મેડીકલ ઓફ્સિર રહી ચૂકેલા ડો.ગોર્ડન નોરાન્હાને ગુજરાત સરકારે રાજકોટમાં ત્રણ માસ કોરોના દર્દીઓ પર ઓબ્ઝર્વેશન માટે નિયુક્ત કર્યા છે. જેમણે કહ્યું કે લોકો હાલ કોરોના ન થાય તે માટે મીથેલીન બ્લુ લઇ રહ્યા છે જે અંધવિશ્વાસથી વધુ કઈ નથી. લેબમાં વપરાતા આ કેમિકલથી યુરીન બ્લુ અથવા ગ્રીન આવે છે. જેનાથી દર્દીને ઉલ્ટી, કળતર સહીતના લક્ષણો જોવા મળે છે.

લાંબા ગાળે આડઅસરની સંભાવના છે. સર્વેલન્સ મેડીકલ ઓફ્સિર છેલ્લા ૧૦ દિવસથી રાજકોટમાં કેન્સર હોસ્પિટલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોવિડ હોસ્પિટલમાં સવારથી સાંજ સુધીમાં દરરોજના ૩૦૦ જેટલા કોરોના દર્દીઓનું ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે કોરોનાની પહેલી લહેરમાં દર્દીના શરીરમાં છઝ્ર ટુ રીસેપ્ટર હતો જયારે આ વખતે બીજી લહેરમાં નવો રીસેપ્ટર ઝ્રડ્ઢ ૧૪૭ આવ્યો છે. જે ફેંફસામાં વધુ ફેલાતા તાવ અને ન્યુમોનિયા વધુ દિવસો રહે છે.
તેઓ વધુમાં કહે છે કે, કોરોનાના માઈલ્ડ દર્દીઓને હોમ અઈસોલેટ તો મોડરેટ, સિવિયર અને ક્રિટીકલ પેશન્ટને હોસ્પિટલમાં સારવારની સલાહ આપવામાં આવે છે. કોરોનાની પહેલી લહેરમાં વાયરસ લોડ ઓછો હોવાથી તાવ સહીતના લક્ષણો ઓછા દિવસો રહેતા જયારે આ વખતે તાવ વધુ દિવસો રહેતો હોવાથી ઓક્સિજન ઘટવું સહીતની સમસ્યા સર્જાઈ છે. બ્લડ સેલ્સ, ઉમ્ઝ્રમાં કલોટ ફેર્મ હાઈ હોય અને હાઈપોકસીયાને લીધે દર્દીઓનું ઓક્સિજન ઓછું થઇ જાય છે. ૯૦ થી ઓછું ઓક્સિજન હોય તો દર મિનીટે ૪ લીટર ઓક્સિજન આપવું પડે છે. સાથે જ દર્દીને પેવીફ્ેરાવિર અને રેમડેસીવિર આપવાનું શરુ કરાય છે.

કોરોના બાદ મ્યુકોર્માયકોસિસ અંગે તેમણે કહ્યું કે ડાયાબીટીશ વધુ હોય તેવા લોકોમાં પણ ભાગ્યે જ આ ફ્ંગલ ઇન્ફ્ેકશનરૂપ રોગ થાય છે. મારા ૧૦ દિવસના ઓબ્ઝર્વેશનમાં આ પ્રકારનો એક કેસ મંગળવારે કેન્સર કોવિડ હોસ્પિટલમાં જોવા મળ્યો. જે પુરુષ દર્દીને સિવીલ હોસ્પિટલમાં રીફ્ર કરાયો છે. જોકે આ પ્રકારના કિસ્સા રાજકોટમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં છે.

ઈમ્યુનીટી વધારવા વિટામીન -C, કોમ્પ્લેક્ષ ટેબ્લેટ લઇ શકાય- સર્વેલન્સ મેડીકલ ઓફ્સિરે જણાવ્યું કે હાલ લોકો ઈમ્યુનીટી વધારવા માટે વિટામીન – ઝ્ર ની સેલીન અને લીમ્સી ટેબ્લેટ દિવસમાં બે વખત લઇ શકાય. જયારે વિટામીન મ્ કોમ્પ્લેક્ષની ટેબ્લેટ લોકો લઇ શકે છે. આ સાથે જ લોકોએ ફ્ળ ખાવા ઉપરાંતપ્રોટીન વધારતું ભોજન અને પાણી વધુ પીવું જોઈએ.

ઝ્ર્-જીઝ્રછગ્દ થી કેન્સર, રેમડેસીવિરથી ડાયાબીટીશ તે હકીકત નથી, તબીબી સલાહ પ્રમાણે દર્દીના રીપોર્ટ કરવા, ઇન્જેક્શન આપવું પડે- ડો.ગોર્ડનનું કહેવું છે કે કોરોના દર્દીને જો તબીબની સલાહ હોય તો ઝ્ર્-જીઝ્રછગ્દ કરાવવું પડે છે. કારણકે તેનાથી જ દર્દીને કેટલું ઇન્ફ્ેકશન છે તે ખ્યાલ આવે છે. જોકે તબીબી સલાહ વિના ઝ્ર્-જીઝ્રછગ્દ ન કરાવવું જોઈએ. કારણકે તેમાં ૪૦ એક્સ-રે જેટલા રેડીયેશનહોય છે. આ ઉપરાંત રેમડેસીવિર ઇન્જેક્શન આપવાથી ડાયાબીટીશ થાય તે પણ હકીકત નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here