શ્રાવણીયો જુગાર: જામનગર જિલ્લાના 39 જુગારીઓને પોલીસે ઝડપ્યા

0
403

શહેર-જીલ્લામાં પોલીસે જુદા જુદા સાત સ્થળે દરોડા પાડી જુગાર રમતા 39 શખ્સોને પકડી પાડી રોકડ રકમ સહિત રૂ.1.92 લાખની માલમતા કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
રણજીતસાગર રોડ પર વસંત વાટીકા પાસે પોલીસે જુગાર રમતા વિરલ મુળશંકર, કપીલ અશોકભાઇ, યશ દિનેશભાઇ, હિતેશ રાજેશભાઇ, અંકિત દિપકભાઇ સહિતનાને પકડી પાડી રૂ.8,300ની રોકડ કબજે લીઘી હતી.જયારે શહેરના ખેડીવાડી કેન્દ્ર સામેના વિસ્તારમાંથી પોલીસે કીશોર જેરામભાઇ, પાલા કારાભાઇ, સુનિલ જેઠાભાઇ, અમીત કેશુભાઇ, ભરત અમરશીભાઇને જુગાર રમતા પકડી પાડી રોકડ સહિત રૂ.11,250ની મતા કબજે કરી હતી.

સાત દરોડામાં રોકડ રકમ સહિત રૂ.1.92 લાખની માલમતા પોલીસ દ્વારા કબજે કરાઈ
જોડીયાની બાદનપર સીમમાં જુગાર રમાતોે હોવાથી માહિતી પરથી પોલીસે પ્રભુલાલ માવજીભાઇ, હિતેશ લવજીભાઇ, રાજેશ લાલજીભાઇ, વસંત હરખાભાઇ, અતુલ રમેશભાઇ અને રાહુલ રામજીભાઇને પકડી પાડી કુલ રૂ. 1,09,400નો મુદામાલ કબજે કર્યો હતો.જયારે રશનાળ સીમમાંથી પોલીસે મહેન્દ્રસિંહ ચનુભા, મહેન્દ્રસિંહ ઘનુભા, ભરતસિંહ સદુભા, હેમરાજ કુવરજીભાઇ, કમલેશ ગોવિંદભાઇ, અવચર મેપાભાઇને પકડી પાડી રોકડ સહિત રૂ.12,400ની મતા કબજે કરી હતી. કાલાવના હરીપર સીમમાં પોલીસે જુગાર રમતા લક્ષ્મણ જીવણભાઇ,ભાયલાલ વાલજીભાઇ, ભાવેશ, અશોક હીરાભાઇને પકડી રૂ.11,840ની મતા કબજે કરી હતી. જામજોધપુરના ચુર ગામેથી જુગાર રમતા દિનેશસિંહ ગંભીરસીંહ, દિનેશસિંહ ભવાનસિંહ, રવિન્દ્રસિંહ બળુભા, રઘુભા બાલુભા, જગુભા નારૂભા, ધમેન્દ્રસિંહ ભીખુભા સહિતનાને પકડી પાડી રોકડ સહિતની મતા કબજે કરી હતી. ધ્રોલના હમાપર ગામે પોલીસે જુગાર રમતા નાથા બચુભાઇ,રમેશ બાબુભાઇ, નાગદાન ધનાભાઇ, વિરેન્દ્રસીંહ મનુભા અને અરજણ કેશાભાઇને પકડી પાડી રૂ.34,720ની મતા કબજે કરી હતી.

અહેવાલ: સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here