ચણવઈ બ્રિજ પાસે કન્ટેઈનરની કેબિનમાં ભીષણ આગ લાગતાં હાઈવે બ્લોક કરાયો

0
376
  • ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
  • આગ લાગ્યા બાદ કન્ટેઈનર રોડ પર મુકી ડ્રાઈવર નાસી ગયો

વલસાડ. નેશનલ હાઈવે પર ચણવઈ બ્રિજ નજીક કન્ટેઈનરમાં આગ લાગી ગઈ હતી. દોડતા કન્ટેઈનરમાં આગ લાગી હતી. જેથી ડ્રાઈવર કન્ટેઈનરને રસ્તામાં જ મુકીને નાસી ગયો હતો. કન્ટેઈનરની કેબિનમાં લાગેલી ભીષણ આગની જવાળાઓ ઊંચે સુધી ભભૂકી હતી. જેથી આગ અંગેની જાણ થતાં રૂરલ પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાઈ વે બ્લોક કરીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જો કે, આગના કારણે કેબિન સંપૂર્ણ પણે બળીને ખાક થઈ ગઈ હતી. આગ શોર્ટ સર્કિટના લીધે લાગી હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.આગ કાબૂમાં લીધા બાદ કન્ટેઈનરને એક તરફ લઈને હાઈ વેને પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here