વિધાનસભામાં અઘ્યક્ષે માસ્ક વગર પકડાયેલા 4ને રૂ. 500નો દંડ કર્યો, 2 કર્મીને નોટિસ આપી

0
331

હવે કોઈ માસ્ક વગર પકડાશે તો 1 હજાર દંડ અને ત્યારબાદ અધ્યક્ષના આદેશનો અનાદરની નોટિસ

ગાંધીનગર. કોરોનાના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે, પરંતુ હજી પણ ઘણા આ નિયમનું પાલન કરી રહ્યાં નથી. જેથી સરકારે માસ્ક વગર પકડાય તો રૂ. 500નો દંડ કરી દીધો છે. ત્યારે વિધાનસભાના અધ્યક્ષે એક દિવસ પહેલા જ તેમની પાસે આવનારને માસ્ક ન પહેરવા બદલ 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આજે સવારે પણ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભામાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું, જેમાં માસ્ક વગર પકડાયેલા 4ને 500 રૂપિયા લેખે દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે 2 કર્મચારીને નોટિસ ફટકારવામાં આવી હતી. અધ્યક્ષે વિરોધપક્ષના કાર્યાલયની પણ મુલાકાત લીધી હતી.

2 કર્મચારીને નોટિસ આપી રજા પર ઉતરી દેવાયા
આ અંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજે અમે વિધાનસભામાં માસ્કના નિયમનું પાલન થાય છેકે નહીં તે જાણવા સરપ્રાઇઝ ટેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 4 વ્યક્તિ માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા હતા. જેમને 500 રૂપિયા લેખે દંડ કર્યો હતો અને બીજી વખત વિધાનસભામાં માસ્ક વગર પકડાશે તો 1 હજાર રૂપિયા દંડ કરવામાં આવશે અને ત્યારબાદ અધ્યક્ષના આદેશનો અનાદરની નોટિસ આપવામાં આવશે. આજે 2 કર્મચારીને નોટિસ ફટકારવામાં આવી છે અને રજા પર ઉતારી દેવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here