- કોરોના દર્દીઓને રાખી બાંધી મોં મીઠું કરાવી શુભકામના અપાઈ
- મહિલા કાઉન્સિલર હેમાલી બોઘાવાલાએ રક્ષાબંધન ઉજવ્યું
સુરત. આગામી દિવસોમાં રક્ષાબંધનનું પાવન પર્વ નજીક આવી રહ્યું છે. ત્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓને રાખડી બાંધીને મહિલા કાઉન્સિલરે રક્ષાબંધન અગાઉ ઉજવણી કરી છે. અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે કાર્યરત અટલ સંવેદના કોવિડ-19 કેર સેન્ટર ખાતે કોરોના દર્દીઓને રાખડી બાંધી તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી શુભકામનાઓ આપી તથા કોવીડ સેન્ટરમાં કાર્યરત ડોક્ટર,વોર્ડ બોય અને કર્મચારીઓને રાખડી બાંધી તેઓએ મહામારી દરમિયાન કરેલ કામગીરી માટે ઋણ સ્વીકાર કાઉન્સિલર હેમાલી બોઘાવાલાએ કર્યો છે.
કોરોનાગ્રસ્તને શુભકામના અપાઈ
કાઉન્સિલર હેમાલીબેન બોઘાવાલાએ કહ્યું કે,ભાઈ-બહેનના પ્રેમના પ્રતિકનો તહેવાર એટલે રક્ષા બંધન છે.કોરોના પોઝિટિવ દર્દીઓને રાખડી બાંધી મોં મીઠું કરાવી જલ્દી સાજા થવાની શુભકામના આપી છે. માનસિક તણાવ મુકત કરવા કોવિડના દર્દીઓ સાથે રક્ષા બંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી છે. વોર્ડ બોયને પણ રાખડી બાંધી સાચા વોરિયર્સ તરીકેની કામગીરી બિરદાવી હતી. 10-12 જેટલા દર્દીઓ સાથે રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરાઈ છે.