બાઇક પર આટા મારતા યુવકને ઠપકો આપ્યો તો સફાઈ કર્મચારીને ચપ્પુના 30 ઘા ઝીંકી દીધા

0
289

રૂદરપુરામાં રહેતા પાલિકાના કર્મી પર પાંડેસરામાં જીવલેણ હુમલો

સુરત. પાંડેસરામાં સફાઈકામદાર પર ચપ્પુના ઘા ઝીંકી હત્યાની કોશિશ કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આ વાત એવી હતી કે, રૂદરપુરા છપ્પનચાલમાં રહેતો અને મનપામાં સફાઇકર્મી ગવલેશ ભગત રવિવારે રાત્રે પરિવાર સાથે ઘર પાસે બેઠો હતો. તેવામાં પડોશી નેહલ ઉર્ફે આકુ વિનોદ ચૌહાણ બાઇક પર આટા મારતો હોવાથી ગવલેશે કહ્યું કે, અહીં દશામાના વ્રતની ઉજવણી ચાલે છે આટા કેમ મારે છે. પછી નેહલે માતાપિતાને બોલાવી ગવલેશ સાથે ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ગવલેશે પોલીસ બોલાવતા તેમણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા કહ્યું હતું. દરમિયાન સવારે ગવલેશ પાંડેસરામાં સર્વોદય હાઉસિંગ સોસાયટીમાં ફરજ પર હતો.

તે સમયે નેહલ તેના સાથી સન્ની ઉર્ફ સાહિલ અને જયેશ મકવાણા સાથે આવી ગવલેશને ચપ્પુના ઘા મારી નાસી ગયા હતા. ગવલેશને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેના શરીરે ત્રીસેક ઘા છે. અગાઉ નેહલના પિતા વિનોદે નશામાં ગવલેશના ઘર પાસે પેશાબ કર્યો હતો. ત્યારે ગવલેશે વિનોદને સમજાવ્યું હતું. છતા પણ વિનોદ વારંવાર ગવલેશના ઘર પાસે આવીને પેશાબ કરતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here