વિંછીયા તાલુકામાં સૌ પ્રથમ પીપરડી ગામે તૈયાર કરાયેલ કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટરને જનહિતાર્થે ખુલ્લુ મુકતા પાણી પુરવઠામંત્રી કુંવરજીભાઇ બાવળીયા

0
278

“આપણુ ગામ કોરોના મૂક્ત ગામ”

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાજયના સ્થાપના દિન ૧લી મે થી શરૂ કરાયેલ આપણું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત વિંછીયા તાલુકાના પીપરડી ગામે શ્રી જ્ઞાનમંદીર વિદ્યાલય ખાતે લોક સહયોગથી તૈયાર કરાયેલ ૧૦ બેડના કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટરને રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે તા. ૭ મી મે ના રોજ ખુલ્લુ મુકાયું હતું. ગ્રામજનોએ લોક સહયોગ અને સંઘભાવના કેળવી તૈયાર કરેલ કોમ્યુનીટી કોવીડ કેર સેન્ટરનું મંત્રી બાવળીયાએ નિરીક્ષણ કરી સંતોષ વ્યકત કર્યો હતો. આ સુવિધા તૈયાર કરવા બદલ સર્વે ગ્રામજનોની સરાહના કરતા મંત્રી બાવળીયાએ જણાવ્યું હતું કે “સેવા પરમો ધર્મ” એ આપણી સંસ્કૃતિ છે. કોરોના મહામારી જેવા કપરા સમયે કે અન્ય કોઇ પણ કુદરતી કે માનવ સર્જીત આફતના સમયે સમાજના દરેક વર્ગના લોકો એક થઇને આ સંકટનો સામનો કરે તો જ તેનાથી મૂક્તિ સરળ બને છે.

આ તકે તેઓએ મુખ્યમંત્રી રૂપાણીના “આપણુ ગામ કોરોના મૂક્ત ગામ” અભિયાનનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતુ કે ગ્રામ્ય કક્ષાના કોરોના સંક્રમીત થયેલા પ્રાથમિક લક્ષણો ધરાવતા દર્દીઓને મોટા સેન્ટરો સુધી સારવાર માટે આવવુ ન પડે અને ગ્રામ્યકક્ષાએ જ તેઓને ઓઈસોલેટેડ રાખી સારવાર આપી શકાય તથા ગ્રામ્ય કક્ષાએ દરેક પાસે કોરોના દર્દીને આઇસોલેશન માટે અલાયદા રૂમની સવલત ન હોય આવા સમયે કોરોનોના દર્દીને કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટરમાં રાખી સઘન સારવાર, દવાઓ, પૌષ્ટીક આહાર સહિતની તમામ સુવિધા આપવા સાથે દર્દીના કુટુંબમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકે તેવો શુભ આશય રહેલો છે.

આ તકે તેઓએ કોરોનાથી બચાવ માટે જરૂરી સાવચેતીના પગલાંઓ જેવા કે માસ્ક ચોકકસ પહેરવું, વારંવાર હાથ ધોવા તથા સોશીયલ ડીસ્ટન્સીંગના કડક પાલનને જીવનનો અનિવાર્ય હિસ્સો બનાવવા ઉપરાંત ગામમાં રસીકરણ સો ટકા પૂર્ણ થાય તે માટે જાગૃત બનવા સૌને અપીલ કરી હતી.


આ પ્રસંગે મામલતદારએ ગામના લોકોની જાગૃતિ અને સેવાભાવનાને બીરદાવતા તેઓ દ્વારા કરાયેલ આ પહેલ આસપાસના ગામો માટે પણ પ્રેરણાદાયી બનશે તેમ જણાવતા કોરોનાનું સંક્રમણ ગામમાં ન ફેલાય અને તમામ લોકો જાગૃતતા સાથે સાવચેતીના પગલાઓનું કડક પાલન કરે જેથી કોઇને પણ આ કોરોનો કેર સેન્ટરની જરૂરત જ ન પડે તેવી શુભ લાગણી વ્યકત કરી હતી.


આ પ્રસંગે ગામના સરપંચ રતીલાલભાઇ પરમાર, તાલુકા વિકાસ અધિકારી વિ.આર.રાબા, મેડીકલ ઓફીસર ડો.વીનય ડરાણીયા, સુપરવાઇઝર નટુભાઇ ગામેતી જ્ઞાનમંદીર વિદ્યામંદિરના અશ્વીનભાઇ સાંકળીયા તથા અશોકભાઇ કુમરખાણીયા, આરોગ્યનો સ્ટાફ તથા ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આ ઉપરાંત મોઢુકા ખાતે પણ પ્રાથમિક શાળામાં લોક સહયોગથી તૈયાર કરાયેલ ૧૦ બેડના કોમ્યુનિટી કોરોના કેર સેન્ટરની મુલાકાત લઇ તેને પણ ખુલ્લુ મૂકયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here