સાવલીના MLA કેતન ઇનામદાર બાદ તેમની પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ, પરિવારના 5 સભ્યો સંક્રમિત થયા

0
102

24 જુલાઇએ કેતન ઇનામદારના ડ્રાઇવરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

વડોદરા. વડોદરા જિલ્લાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારની પત્નીનો કોરોના વાઈરસનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. સૌથી પહેલા 20 જુલાઇએ ધારાસભ્ય કેતન ઇનામદારનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ 21 જુલાઇએ તેમના પુત્ર અક્ષર પટેલ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 24 જુલાઇએ કેતન ઇનામદારના ભત્રીજા સહિત 2 સભ્યોના કોરોના વાઈરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્યના ડ્રાઇવરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કેતન ઇનામદાર સહિત પરિવારના 5 સભ્યો હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

ધારાસભ્યએ તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવવા અપીલ કરી હતી
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સોશિયલ મીડિયામાં લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, હાલ મારો પરિવાર ખુબ જ ચિંતાજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને અમારા સૌની તબિયત સુધારા પર છે, પરંતુ, કોરાનાની બીમારી હોવાથી તેની દવા કરાવવી જરૂરી હોવાથી હોસ્પિટલમાં દાખલ છે. પુનઃ આપ સૌને જણાવું છું કે, છેલ્લા બે-ત્રણ દિવસમાં અમારા સંપર્કમાં આવેલ તમામ વ્યકિતઓને હોમ ક્વોરન્ટીન થવા તથા તબિયત સારી ન લાગે તો જરૂર પડે તો ટેસ્ટ કરાવવા વિનંતિ કરૂ છું. હાલનો સમય કોરોના બીમારીના કારણે આપણા સૌ માટે ખૂબ જ સાવચેતી ભર્યો રાખવો પડશે. આપ સૌ મારા પરિવારના સભ્યો જ છો પરિવારમાં નાના બાળકો કે વડીલો આ બીમારીમાં સપડાય તો આખા પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જેથી હું આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે, જરૂર પડે તો જ ઘરની બહાર નીકળો જેથી તમે સુરક્ષિત રહો પરિવારને સુરક્ષિત રાખી શકો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here