બોટાદ જિલ્લામાં જુલાઈના 27 દિવસમાં કોરોનાનો વિસ્ફોટ થયો, 154 કેસ, આજે વધુ 8નો પોઝિટિવ રિપોર્ટ

0
353
  • જુન મહિના સુધી પોઝિટિવ કેસ અને ડિસ્ચાર્જનો રેશિયો સાથોસાથ ચાલતો
  • અન્ય શહેરોમાંથી આવવાના અને જવાના કારણે સંક્રમણ વધ્યું

ભાવનગર. ગુજરાતના અન્ય શહેરોમાં કોરોના કહેર વરસાવી રહ્યો હતો ત્યારે બોટાદ જિલ્લામાં કોરોનાનું નામો નિશાન ન હતું. બોટાદ જિલ્લાની પ્રજા શાંતિ અનુભવી રહી હતી. ત્યાં જ 15 એપ્રિલે પ્રથમ પોઝિટિવ કેસ આવ્યો અને કોરોના સંક્રમણ વધવા લાગ્યું. એપ્રિલના 15 દિવસમાં ધડાધડ 20 પોઝિટિવ કેસ નોંધાયા હતા. બીજી તરફ અપ્રિલ મહિનામાં 19દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આથી સાળંગપુર ખાતે કોવિડ-19 હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 15મેના દિવસે કોરોનાનો એક પણ દર્દી ન હોવાના કારણે બોટાદ જિલ્લો કોરોના મુક્ત બન્યો હતો. ફરી કોરોનાના સંક્રમણમાં ફસાયો અને કેસ વધતા ગયા. મે મહિનામાં 39 પોઝિટિવ કેસ નોંધાયા અને 38 દર્દીઓ રોગમુક્ત થયા હતા. જુન મહિનામાં 35 પોઝિટિવ કેસ નોંધાયા અને 31 દર્દીઓ રોગમુક્ત થયા હતા. પરંતુ જુલાઈના 27 દિવસમાં કોરોના વિસ્ફોટ થયો હોયો તેમ 154 કેસ નોંધાયા છે. આજે વધુ 8નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જુલાઈના 27 દિવસમાં રોજ સરેરાશ 5 ઉપર પોઝિટિવ કેસ નોંધાયા
જુન મહિના સુધી પોઝિટિવ કેસ અને ડિસ્ચાર્જનો રેશિયો સાથોસાથ ચાલી રહ્યો હતો. પરંતું જુલાઈ મહિનામાં બોટાદ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો અને જુલાઈના 27 દિવસમાં 154 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 51 દર્દીઓ રોગમુક્ત થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જુલાઈના 27 દિવસમાં રોજ સરેરાશ 5 ઉપર પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત, અમદાવાદ, વડોદરા અને મુંબઈ સહિતના શહેરોમાંથી બોટાદ જિલ્લામાં લોકો આવ્યા તેના કારણે સંક્રમણ વધ્યું હોવાનું તારણ આરોગ્ય વિભાગ દ્વારા મૂકાઈ રહ્યું છે.બોટાદ જિલ્લામાં કુલ 248 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 139 દર્દીઓ રોગમુક્ત થયા છે. બોટાદ જિલ્લામાં એપ્રિલ મહિનામાં 20 કેસ, મેં મહિનામાં 39 કેસ, જુન મહિનામાં 35 કેસ અને જુલાઈના 27 દિવસમાં 153 કેસ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here