ગોંડલ કોલીથડ જિલ્લા પંચાયત ગ્રામ્ય વિસ્તાર માટે શક્તિમાન કંપની દ્વારા એમ્બ્યુલન્સ આપવામાં આવી

0
1560

આ એમ્બ્યુલન્સ કોલીથડ સી.એચ.સી સેન્ટર ઉપર રહેશે તેમજ એમ્બ્યુલન્સમાં આજીવન સેવા જેમ કે ડીઝલ મેન્ટેનસ ડ્રાઈવર નો પગાર શક્તિમાન રોટાવેટર ના માલિક હસુભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવશે

ગોંડલ રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા તેમજ તાલુક ભાજપ આગેવાન મનોજભાઈ અકબરી એ કોલીથડ જિલ્લા પંચાયતની સીટ અંદર આવતા ગ્રામ્ય વિસ્તારમા કોરોના મહામારીમાં ગ્રામ્ય લોકોના સ્વાસ્થ્ય અને ઝડપથી સારવાર થઈ શકે માટે કોલીથડ સીએચસી સેન્ટરમાં કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે ઇમરજન્સી સેવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં કોઈપણ ગ્રામજનોને રાજકોટ અને ગોંડલ હોસ્પિટલ જવામાં અગવડતા ન પડે તે માટે શક્તિમાન રોટાવેટર ના માલિક હસુભાઈ ગોહેલને આ બાબતનું ધ્યાન દોરતાં એમ્બ્યુલન્સ આપવામાં આવી છે. આ કાર્યને બિરદાવતા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તાલુકા ભાજપના આગેવાન મનોજભાઈ અકબરી પાટીયાળી ના સરપંચ ઇન્દુભા જાડેજા, કોલીથડ સરપંચ ગોપાલભાઈ સાવલિયા તેમજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વિસ્તારના સરપંચોની આ સેવા કરવાના કાર્યને ધ્યાને લઇ તાત્કાલિક અસરથી શક્તિમાન રોટાવેટર દ્વારા અધતન ઓક્સિજન સેવા સાથેની એમ્બ્યુલન્સ ની ભેટ આપવામાં આવી છે આ એમ્બ્યુલન્સ કોલીથડ સી.એચ.સી સેન્ટર ઉપર રહેશે તેમજ એમ્બ્યુલન્સમાં આજીવન સેવા જેમ કે ડીઝલ મેન્ટેનસ ડ્રાઈવર નો પગાર શક્તિમાન રોટાવેટર ના માલિક હસુભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવશે સાથે આવનારા દિવસોની અંદર ગ્રામ્ય વિસ્તારમાં પણ જે કોઈપણ બાબતની આરોગ્યલક્ષી સેવા ની જરૂર પડે ત્યારે આપવા માટેનું પણ વચન આપવામાં આવ્યું છે આ સેન્ટર ની અંદર ગ્રામ્ય વિસ્તારના લોકોને તેમજ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સેવા મળે તે માટે કાર્યને બિરદાવાયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here