ગોંડલ તાલુકાના મસીતાળા ગામે કાગવડ રોડ પર હેવન રિસોર્ટ ની પાસે જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમીના આધારે રાજકોટ એલસીબી પોલીસે દરોડો પાડી જુગાર રમતા હરદાસ કરસનભાઈ મોર, રમેશ મુળુંભાઈ સુરું, લખમણ પુંજાભાઈ બાખલીયા, લલિત કેશુભાઈ વેકરીયા, પરેશ ભરતભાઈ ઠુંમર તેમજ કેતન પ્રવીણભાઈ ડાભી ને રોકડા રૂ 62450, ત્રણ બાઈક , 4 મોબાઇલ સહિત દોઢ લાખના મુદ્દામાલ સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ દરોડા કાર્યવાહીમાં એલસીબી પીઆઇ રાણા પીએસઆઇ રાણા તેમજ હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી સંજયભાઈ પરમાર શક્તિસિંહ જાડેજા નારણભાઈ પંપાણિયા દિવ્યેશ ભાઈ સુવા તેમજ કૌશિકભાઇ જોશી સહિતનાઓ જોડાયા હતા