બળદગાડા થુ વેકસીનેશન પણ થાય છે
આજે મોટા શહેરોમાં થતું ડ્રાઈવ થ વેકસીનેશન ના કર્યક્રમો તો થાય છે ત્યારે નાના ગામ માં બળદ ગાડા થુવેકસીનેશન ની ઘટના બની હતી આજ રોજ મંડલીકપુર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામની પ્રાથમીક શાળા માં જે લોકો ને બીજો ડોઝ લેવાનો હોઈ તે લોકો નું વેકસીન ની કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે આજે ગામ ના એક વયોવૃધ્ધ માજી , શાંતાબેન ને બીજો વેકસીન નો ડોઝ લેવાનો હતો પણ તેને પગ ની તકલીફ હોઈ અને સરકારી સ્કુલ માં વેકસીન લેવા . માટે બળદ ગાડા માં લઇ અને વેકસીન લીધી હતી ત્યારે ત્યાં રહેલો હાજર સ્ટાફ કુસુમબેન વાછાણી અને ઉમેશભાઈ દ્વારા તેમને વેકસીન આપવા બહાર ગાડા માં જ વેકસીન આપી હતી અને પુરતો સહયોગ આપ્યો હતો.શાંતાબેન ને પગ ની તકલીફ હોવાથી પણ તેમની વેકસીન લેવા માટે બિપિન ભાઈ તેમના ભત્રીજા એ બળદ ગાડું લઈ અને વેકસીન સેન્ટર પર લઈ આવી અને વિકસીનેશન કરાવ્યું હતું .