ગોંડલ એસ ટી કર્મચારીઓ દ્વારા ખાનગીકરણ રોકવા સાંસદ ને અપાયું આવેદન

0
369

એસ ટી મા ખાનગીકરણ કરવાની સરકાર ની નીતિ સામે એસ ટી કર્મચારીઓ નો રોષ દિનપ્રતિદિન વધતો જણાય છે. ખાનગીકરણ રોકવા યુનિયન ના હોદેદારો મેદાને આવ્યા છે. સમગ્ર ગુજરાત મા દરેક ડેપો થી પોતાના વિસ્તાર પ્રમાણે બીએમએસ યુનિયન આગેવાનો દ્વારા મંત્રીઓ, સાંસદો સ્થાનિક ધારાસભ્યો ને સરકાર ની ખાનગીકરણ નીતિ સામે રોષ પ્રગત કરી આવેદનો આપવામાં આવી રહ્યા છે ત્યારે જુનાગઢ ડિવિઝન ના બીએમએસ યુનિયન તેમજ ગોંડલ બીએમએસ યુનિયન દ્વારા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક ને ગોંડલ ખાતે આવેદન આપી ખાનગીકરણ રોકવા તેમજ વર્ગ 3 ના કર્મચારીઓ ને તેમના વર્ગ અનુસાર પગારધોરણ આપવા જૂનાગઢ બીએમએસ મહામંત્રી ચંદુભાઈ ભીભા, રણજિતભાઈ વાઢેર, હરદાસભાઈ મારડીયા, હરેશભાઇ તથા ગોંડલ ડેપોના આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here