જામનગર જિલ્લામાં થતા બાળ લગ્ન્નો અટકાવવા તે અંગેની માહિતી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને આપવા અનુરોધ કરાયો

0
325

બાળ લગ્ન્ન અંગેની માહિતી આપનારની ઓળખ સંપુર્ણ ગુપ્ત રાખવામા આવશે

જામનગર બાળ લગ્ન્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત સ્ત્રી બાળકના ૧૮ વર્ષ પુર્ણ કર્યા પહેલા અને પુરુષ બાળકના ૨૧ વર્ષ પુર્ણ કર્યા પહેલા જો લગ્ન કરાવવામા આવે તો તેવા લગ્ન , આ અધિનિયમ મુજબ બાળ લગ્ન્ન ગણાય છે અને તે બિન જામીનપાત્ર ગુનો બને છે. તેમજ જો કોઈ વ્યક્તિ આવા બાળલગ્ન કરાવે, સંચાલન કરે, સુચના આપે, પ્રોત્સાહન આપે અથવા મદદગારી કરે, કે ભાગ લે, તે અધિનિયમની કલમ ૯,૧૦, અને ૧૧ (૧) , (૨) અન્વયે ૨ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૧ લાખ સુધીનો દંડ થઇ શકે છે. જેથી જામનગર જિલ્લામા આપના વિસ્તાર ગામ,કે ફળીયામા, જો કોઇ બાળ લગ્નનુ આયોજન કરેલ હોય, કે બાળલગ્ન કરતા હોય, તો આપ જાહેર જનતા તે અંગેની માહિતી આપના નજીકના પોલીસ સ્ટેશન પર, ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮, મહિલા હેલ્પ લાઈન ૧૮૧ તથા નીચે મુજબ સરનામે અથવા સામેલ નંબર ઉપર આપી શકો છો.

(૧)ડૉ.પ્રાર્થનાબેન શેરશીયા, બાળ-લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી-જામનગર. મો.૯૦૯૯૩૩૦૯૨૮, (૨) સમીરભાઈ પોરેચા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી-જામનગર.    મો.૯૮૨૫૨૦૬૫૧૪, (૩) બાળ-લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, રૂમ નં ૩૩,  જિલ્લા સેવા સદન-૪, રાજ પાર્ક, વિક્ટોરિયા પુલ પાસે, રાજકોટ રોડ, જામનગર ફોન નં ૦૨૮૮ ૨૫૭૦૩૦૬, (૪) જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નં ૬૧, જિલ્લા સેવા સદન-૪, રાજ પાર્ક, વિક્ટોરિયા પુલ પાસે, રાજકોટ રોડ, જામનગર ફોન નં -૦૨૮૮૮ ૨૫૭૧૦૯૮ ખાતે બાળ લગ્ન અંગેની માહિતી આપવા અનુરોધ કરાયો છે. બાળ લગ્ન થવાના છે તેવી માહિતી આપનારની ઓળખ સંપુર્ણ ગુપ્ત રાખવામા આવશે.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here