ગુજરાત ની એક અનોખી સેવા.. – કોરોના ના દર્દીને પ્લાઝમા અપાવવા ની કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ

0
463

કોરોના ના દર્દીને પ્લાઝમા અપાવવા ની કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ – ગુજરાત ની એક અનોખી સેવા…

સમગ્ર વિશ્ચ જયારે કોરોના મહામારી માં સપડાયેલો છે ત્યારે નાના માં નાનો માણસ પણ કોઈને કોઈ રીતે સેવાની પ્રવૃત્તિ કરતો હોય છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં કાર્યરત કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ એક અનોખી રીતે સેવાનું કાર્ય કરી રહી છે.

હાલમાં કોરોના ના દર્દીને સૌથી વધારે જરૂરિયાત હોય તો એ પ્લાઝમા ની જરૂરિયાત છે. ત્યારે આ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ના સદસ્યો કોરોના દર્દીઓની વ્હારે આવ્યા છે. ગુજરાત ના કોઇ પણ જિલ્લામાં કોરોના દર્દીને પ્લાઝમા ની જરૂરિયાત હોય તો આ ટ્રસ્ટ તે સેવા માટે હંમેશાં તત્પર રહે છે અને એક અનોખી રીતે પ્લાઝમા ની સેવા પુરી પાડે છે. આ ઉપરાંત , દરિદ્રનારાયણ ની સેવા કરવા માટે પણ આ ટ્રસ્ટ ના યુવાનો આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવી રહ્યા છે.

અત્યાર સુધીમાં અમારા ટ્રસ્ટ થકી ગુજરાત ના અલગ અલગ જિલ્લાઓમાં કુલ 68 દર્દીઓને પ્લાઝમા ની સેવા પુરી પાડી શકયા છીએ અને આગામી સમયમાં પણ કોરોના થી સાજા થયેલા વ્યક્તિ પોતાનું પ્લાઝમા દાન કરે તે માટે ની જાગ્રુતતા ના પ્રયાસ કરી રહી છે.