કોરોનાના કેસો વધુ હોવાથી કેન્દ્રો મુદ્દે અવઢવ
અમદાવાદ. અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાના કેન્દ્રોની સંખ્યા અને સ્થાન છેલ્લી ઘડી સુધી બદલાઇ શકે છે. ખાસ કરીને એવા શહેરોમાં જ્યાં કોરોનાના કેસો વધુ છે ત્યાં પરીક્ષાના કેન્દ્રો હજુ સુધી નક્કી કરવામાં આવ્યાં નથી. વિદ્યાર્થીઓની આરોગ્ય સુરક્ષાને ધ્યાને લઇને પૂરક પરીક્ષાના છેલ્લા દિવસ સુધી વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઇને પરીક્ષા કેન્દ્રોમાં બોર્ડ ફેરફાર કરવામાં આવી શકે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, રાજ્યભરમાંથી ધો.10 અને 12ની પૂરક પરીક્ષામાં એક લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીની સુરક્ષા બોર્ડ માટે સૌથી મોટી બાબત છે.
ખાસ કરીને અમદાવાદ, સુરત જેવા શહેરો કે જ્યાં કોરોનાના કેસો વધુ છે ત્યાં પરીક્ષાના છેલ્લા દિવસ સુધી કેન્દ્રોમાં ફેરફાર થઇ શકે છે, કારણ કે જે વિસ્તારમાં પરીક્ષા કેન્દ્ર નક્કી કર્યું હોય ત્યારે કોરોનાના કેસ ઓછા હોય અને અચાનક વધી જાય તેવી સ્થિતિમાં કેન્દ્રમાં સુધારો થઇ શકે છે. વિદ્યાર્થીઓની સુરક્ષા સૌથી મહત્ત્વની બાબત છે. કેન્દ્રો અંગેની જાહેરાત છેલ્લી ઘડીએ થઈ શકે છે.