ગોંડલ કોરોનાની કપરી પરિસ્થિતિમાં ઓક્સિજન માટે દર્દીઓ તળફળી રહ્યા હતા ત્યારે મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક સિલિન્ડર અપાતા હોય જેની માહિતી ગૂગલ ઉપરથી મેળવી વિદેશી નાગરિકો અનુદાન આપી રહ્યા છે
માનવી ને મરવાનું મન થઇ જાય તેવા ગોંડલના મુક્તિધામના સંચાલક મુક્તેશ્વર સેવા ટ્રસ્ટના તમામ સદસ્યો દ્વારા કોરોના કાળ ઉપરાંત 365 દિવસ 24 કલાક અંતિમવિધિ, એમ્બ્યુલન્સ, શાંતિ રથ, ઓક્સિજન સિલિન્ડર સહિત અનેક અવિરત નિશુલ્ક સેવા આપવામાં આવતી હોય જેની સેવાની સોડમ સમગ્ર વિશ્વમાં પ્રસરવા લાગી છે યુએસએના વિદેશી નાગરિકે ટ્રસ્ટની સેવાઓ નિહાળી અનુદાન મોકલી પોતાની જાતને ગૌરવપૂર્ણ ગણાવ્યું છે.
ગોંડલનું મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ એટલે સેવા કરવા માટેનું એક અનોખું જ ટ્રસ્ટ જ્યાં તમામ સદસ્યો જ પ્રમુખ છે અને તમામ સેવાભાવીઓ સદસ્યો જ છે કોરોના ના કારણે માનવ જીવન પર આવી પડેલ અણધારી આફતમાં રાતદિવસ મુક્તિધામ ખાતે લોકો સ્વજનના અંતિમ સંસ્કાર માટે આવી રહ્યા છે ત્યારે અહીં ચાલતું નિશુલ્ક સેવા યજ્ઞ પણ યથાવત રહ્યો છે જેની સાથોસાથ એમ્બ્યુલન્સ સેવા, શાંતિ રથ ની સેવા અને દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર પણ નિશુલ્ક આપવામાં આવતા હોય જેની સોડમ સમગ્ર વિશ્વમાં પ્રસરી જવા પામી છે ટ્રસ્ટના કાર્યને જોઈ યુએસએ રહેતા જોનાથીન ચાંગ દ્વારા ઓક્સિજન સેવા માટે 301 ડોલર નું અનુદાન મોકલાવી પોતાને સૌભાગ્ય પૂર્ણ ગણાવાયા છે
તેમજ રૂ. 3 લાખ સ્વર્ગસ્થ રાણીબેન ભગવાનજીભાઈ રાણપરિયા (USA) વાળાઓએ ભગવાનજીભાઈ દેવસીભાઈ રાણપરિયાના હસ્તે અનુદાન મોકલ્યું છે વિદેશની સાથોસાથ સ્થાનિક દાતાઓ પણ મન મૂકીને મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ ઉપર વરસી રહ્યા છે ગોંડલ શ્રી યોગીનગર મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. એ પોતાના ધર્માદા ફંડમાં જમા થયેલ રકમમાંથી 1,11,111 /- નું અનુદાન આપવામાં આવ્યું છે.