બપોરના સમયે ઘરની બહાર પાર્ક કરેલા બાઈકની ચોરી
બોટાદ. બોટાદ જિલ્લામાં ધોળા દિવસે 2 શખ્સોએ બાઈકની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. 2 શખ્સોએ બપોરના સમયે સોસાયટીમાં કોઈ ન હોવાથી ઘરની બહાર પાર્ક કરેલા બાઈકની ચોરી કરી હતી અને ફરાર થઈ ગયા હતા. હાલ તો પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે.
પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી
ઘટનાની વિગત અનુસાર બોટાદ જિલ્લાના ગઢડાના ભડલીના ઝાપે વિસ્તારમાં રહેતા વિક્રમભાઈ કાળુભાઈ બોરીચાએ પોતાનું બાઈક મંગળવારે બપોરના સમયે પોતાના ઘરની બહાર પાર્ક કર્યું હતું. બપોર બાદ તેઓ ઘરની બહાર આવતા બાઈક ગુમ થઈ ગયુ હતું. બાઈકની શોધખોળ કરી પણ બાઈક મળ્યુ ન હતું. જેથી CCTV ચેક કરતા બાઈક ચોરી થયું હોવાનું જાણવા મળ્યું હતું. CCTVમાં જોવા મળ્યું હતું કે 2 શખ્સોએ બપોરના સમયે સોસાયટીમાં કોઈ ન હોવાથી મોકાના લાભ ઉઠાવ્યો હતો. પહેલા બંનેએ આજુબાજુ રેકી કરી હતી. જે બાદ બંને યુવાનોએ બાઈકની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બંને યુવાનોએ માસ્ક પણ પહેર્યું ન હતું. જેથી સમગ્ર મામલે વિક્રમભાઈ પોલીસ ફરિયાદ કરી છે. જેથી પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે.