CM વિજય રૂપાણી આજે રાજકોટ આવશે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસ સહિત મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં આજે વધુ 9 દર્દીના કોરોનાથી મોત નિપજ્યા છે. 7 દર્દીના સિવિલ હોસ્પિટલમાં અને 2 દર્દીના ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. વધતા જતા કોરોનાના કેસને લઈને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ આવશે અને વધતા જતા કેસ મામલે સમીક્ષા કરશે. મહત્વનું છે કે રાજકોટ જિલ્લામાં કુલ 1627 કેસ પોઝિટિવ નોંધાયા છે.
ક્રમ | નામ | ઉં.વ. | સ્થળ |
1 | પંચાણભાઈ મુસ્ત્રભા મોરી | 65 | લીંબડી |
2 | ગોપાલભાઈ ટપુભાઈ છાયાણી | 68 | જસદણ |
3 | ભીખાભાઈ રામજીભાઈ ગોલાણી | 65 | વઢવાણ |
4 | ભીખુભાઈ પોપટભાઈ સખીયા | 75 | રાજકોટ |
5 | પ્રવીણભાઈ | 78 | જૂનાગઢ |
6 | ઈમરાન જુમાણી | 22 | ઉપલેટા |
7 | વજુભાઈ લક્ષ્મણભાઈ ઉંધાડ | 55 | જેતપુર |
રાજકોટમાં કુલ 1032 કેસ પોઝિટિવ નોંધાયા
રાજકોટમાં દરરોજ 40થી 50 કેસ આવતા કુલ આંક હવે 1032 થયો છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ કેસ 595 થયા છે અને તે વિસ્તારોમાં પણ મૃતાંક વધી રહ્યો છે પણ હજુ જાહેર કરવામાં આવ્યો નથી. ટેસ્ટની સંખ્યા હવે 250ને બદલે 400 કરવામાં આવી છે તેમજ શહેરમાં હોમ આઈસોલેશનમાં પણ 153 લોકો છે. હોસ્પિટલમાં સારવારની સંખ્યા 493 છે તેથી એક્ટિવ દર્દી 550 કરતા પણ વધી ગયા છે.
આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી
આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેકટ ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.