છેલ્લા 24 કલાકમાં રાજ્યના 59 તાલુકામાં વરસાદ નોધાયો, સૌથી વધુ વરસાદ વલસાડમાં 6 ઈંચ ખાબક્યો

0
301

પારડી, કામરેજ, ગણદેવી અને ચીખલીમાં 4-4 ઈંચ તેમજ સુરતના મહુવા, વાપી, સુરત, નવસારી અને ખેરગામમાં 2-2 ઈંચ વરસાદ

ગાંધીનગર. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 59 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સાર્વત્રિક મહેર વરસાવી હતી. દક્ષિણ ગુજરાતના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં નોંધાયો હતો. વલસાડમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત પારડી, કામરેજ, ગણદેવી અને ચીખલીમાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરતના મહુવા, વાપી, સુરત, નવસારી અને ખેરગામમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે. દરમિયાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે.

ગઈકાલે રાજ્યના વિવિધ તાલુકામાં નોંધાયેલા વરસાદના આંકડા

જિલ્લોતાલુકોવરસાદ (મિમિમાં)
વલસાડવલસાડ143
વલસાડપારડી108
સુરતકામરેજ103
નવસારીગણદેવી98
નવસારીચીખલી96
સુરતમહુવા66
વલસાડવાપી64
સુરતસુરત શહેર45
નવસારીનવસારી41
નવસારીખેરગામ40
સુરતપાલસણા35
અમરેલીબગસરા32
તાપીવાલોદ31
નવસારીજલાલપોર31
નવસારીવાંસદા23
સુરતબારડોલી22
આણંદઆંકલાવ14
આણંદબોરસદ12
સુરતમાંડવી11
ડાંગવધઈ11
તાપીવ્યારા10
વલસાડધરમપુર10
વલસાડકપરાડા10

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here