અરવલ્લી : ગાબટ મુકામે પુંસરી/ભાઈપુરા તળાવ ઊંડું કરવાનું કામ ચાલું.ગાબટની વર્ષો જુની સમસ્યાનો ઉકેલ આવશે.

0
105

અરવલ્લી જીલ્લાના ગાબટ ગામનો વર્ષો જુની સમસ્યા ઉંચા બજારમાંમાં આવેલ” ખાણો “છે.. કે જેમાં વરસાદી પાણીના ભરાવો થવા ના કારણે “ગંદકી રોગચાળો “અને અનેક પ્રશ્ન ઉભા થતા હતા આ મામલે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ અને ગાબટના જીલ્લા પંચાયત સદસ્ય જીતુભાઈ રમણભાઈ પટેલને રજુઆત કરાતાં તેઓએ આ પ્રશ્ન પર તાબડતોબ જીલ્લા પંચાયતના જળ સંચય યોજના મારફતે ‘પુંસરી / ભાઈપુરા તળાવ ને ઊંડું કરી’ તેની માટીથી ખાણો પુરવા માટે ધારદાર રજુઆત કરી હતી અને તેમની રજુઆતના પગલે આજ રોજ થી કામ ચાલું થયેલ છે. આ તબક્કે ડી. એમ. ડામોર તથા ગાબટ ગ્રામ પંચાયત નો ખુબ સારો સહકાર મળ્યો હતો.. પુંસરી /ભાઈપુરા તળાવ ઊંડું થવાના કારણે એની આજુબાજુ આવેલા કુવા / રીંગ બોર ના પાણી નું લેવલ ઊંચું આવશે જેથી સમગ્ર વિસ્તાર ના ખેડૂત ભાઈ ઓ ને ફાયદો થશે… જીતુભાઇ અંગત કારણોસર વ્યસ્ત હોવા છતાં ગાબટ ગામ માટે ના ખુબ જરૂરી કામ માટે સમય ફાળવી કામ મંજુર કરાવી લાવ્યા તે બદલ ગ્રામજનોએ આભાર માન્યો હતો.

અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here