- સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર તાલુકા ના નિકોડા ગામના વતની શ્રી. કમલેશ ભાઈ જે.સોલંકી જેમને નિકોડા સરકારી પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું.
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની જિલ્લા પંચાયત હસ્તકની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી હસ્તક ફરજ બજાવતા મદદનીશ કેળવણી નિરીક્ષકોને પરિપત્ર સંદર્ભ- વર્ગ-૩ જાહેર સેવા વહીવટી માટે તાલુકા શિક્ષણાધિકારી ( વર્ગ-૨) બઢતી આપવાનો આદેશ કરેલ સદર આદેશ અનુસાર શ્રી કમલેશભાઈ જે .સોલંકી ને આંકલાવ તાલુકા વર્ગ -૨ મો તાલુકા શિક્ષણાધિકારી નિયુક્તિ કરેલ છે.
આંકલાવ તાલુકામાં શિક્ષણ વિભાગનો ચાર્જ સંભાળતા તેમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં નરેન્દ્રસિંહ પરમાર ( મહામંત્રી ) જિ. પ્રા. શિક્ષક સંઘ આણંદ., માધવસિંહ સોલંકી
(મહામંત્રી) આંકલાવ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, રોબિન્સ કુમાર પરમાર બી. નિ. આંકલાવ, રમેશભાઈ મકવાણા બી.નિ., અલ્પાબેન સોલંકી ( મહામંત્રી) આંકલાવ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ.. , પ્રવિણસિંહ પઢીયાર ( ચેરમેન ટીચર્સ મંડળી ) , તાલુકા પંચાયત શિક્ષણ સ્ટાફ.. રમેશભાઈ ગોહેલ, અશોકભાઈ રાયસંગભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી